રસ્તો તમારા બાપનો છે ? તેમ કહી 9 શખ્સો એક મહિલા સહિત ત્રણ લોકો પર તુટી પડયા
- નવેય શખ્સોએ લાકડી, કુહાડી, બેઝબોલ જેવા હથીયારો વડે ત્રણેય શખ્સોને માર મારી જાનથી મારી નાંખવાની ઘમકી અાપી
- પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંઘી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો
વેરાવળ તાલુકાના ડારી ગામે ફોર વ્હીલરમાં મોટર સાયકલનું હેન્ડલ અડી ગયના મનદુ:ખ બાબતે બોલાચાલી કરી ફોર વ્હીલ રસ્તામાં કેમ રાખો છો ? રસ્તો તમારા બાપનો છે ? તેમ કહી એક મહિલા સહીત ત્રણ લોકોને નવ શખ્સોએ એક સંપ કરી લાકડી, કુહાડી, બેઝબોલ જેવા હથીયારો વડે માર મારી ઇજાઅો પહોંચાડી હતી. અા મારામારીની ઘટના અંગે ઇજાગ્રસ્ત દુકાનદારેએ નવેય શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે. આ બનાવ અંગે સોમનાથ મરીન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ડારી ગામે રહેતા મહમદ આકાણીની દુકાને તેમના કાકા હાજીભાઇ બેસેલ હતા. તે સમયે યુસુફ હાજી ઉર્ફે મુંજી જીકાણી તેની મોટર સાયકલ લઇને નીકળેલ ત્યારે તેનું હેન્ડલ હાજીભાઇની ફોર વ્હીલરને અડી ગયેલ હતુ.
જેનું મનદ:ખ રાખી યુસુફ હાજીએ મહમદ આકાણીની દુકાને જઇ ફોર વ્હીલ કેમ રસ્તામાં આડી રાખો છો. રસ્તો તમારા બાપનો છે ? તેમ કહી મહમદભાઇ તથા તેના કાકા હાજીભાઇને બીભત્સ શબ્દો ભાંડવાનું શરૂ કરેલ ત્યારે અપશબ્દો બોલવાની ના પાડતા (1) યુસુફ હાજી ઉર્ફે મુંજી જીકાણી, (2) અબ્દુલ હાજી ઉર્ફે મુંજી જીકાણી, (3) અસરફ ઇબ્રાહીમ લાડીયા (4) કાદર ઇબ્રાહીમ લાડીયા (5) અસ્લમ કાસમ મુસાણી (6) હુસેન નુરા ભરાણીયા (7) મહમદ ડોસા મુસાણી (8) હસન અબ્દુલ લાડીયા (9) કાદર મુંજી જીકાણીએ એકસંપ કરી લાકડી, કુહાડી, બેઝબોલ જેવા હથીયારો ધારણ કરી મહમદ તથા તેના કાકા હાજીભાઇ અને કાકી એમણાબેન પર તુટી પડી મારમારી ઇજાઓ પહોચાડી જાનથી મારી નાંખવાની ઘમકી અાપી હતી. જેથી ત્રણેયને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતા.
આ મારામારી ઇજાગ્રસ્ત મહમદ આકાણીએ માર મારનાર નવ લોકો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 323, 504, 506(2), 114, 143, 147, 148, 149 અને જીપીએકટ 135 મુજબ ગુનો નોંઘી વઘુ તપાસ પીઅાઇ વાઘેલાએ હાથ ઘરી છે.
અહેવાલ : ચેતન અપારનાથી