મોરબી : અગાઉના પ્રેમ સંબધનો ખાર રાખી યુવાનની છરીના ઘાર મારી હત્યા

મોરબી : અગાઉના પ્રેમ સંબધનો ખાર રાખી યુવાનની છરીના ઘાર મારી હત્યા
Spread the love

મોરબીના રામધાટ નજીક રાત્રીના એક યુવાનને છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હોવાની ધટના પ્રકાશમાં આવી હતી અને બાદમાં મૃતદેહને પી એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબીના રામધાટ નજીક રાત્રીના રફીક ઉર્ફે ગુલાબ અબ્બાસભાઈ રફાઈને છરીના ઘા ઝીકવામાં આવ્યા હોય. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસ દોડી આવી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાવ અંગે મરણ જનાર રફીક ઉર્ફે ગુલાબના પિતા અબ્બાસભાઈ રફાઈએ ફરિયાદ નોંધાવી છે. રફીક ઉર્ફે ગુલાબને આરોપી રીયાઝ ઉર્ફે રૈયાકત હાજીભાઇ ખુરેશીની બહેન સાથે સાત-આઠ વર્ષ પહેલા પ્રેમ સબંધ હોય જેનું આગાઉ ઘર મેળે સમાધાન થઇ ગયેલ હોય તેમ છતાં આરોપી રીયાઝ ખુરેશીએ તે બાબતનો ખાર રાખી તિક્ષ્ણ હથિયાર છરી વડે છાતીના ભાગે તથા ડાબા હાથે તથા જમણા પગે ઘા મારી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ આરોપી રીયાઝ પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે

રીપોર્ટ : જનક રાજા, મોરબી

IMG_20210208_111909.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!