મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુટણીના ઉમેદવારીપત્ર ઉપડવાના શ્રીગણેશ

- મોરબી અને વાંકાનેર પાલિકા, મોરબી, ટંકારા,અને માળીયા, હળવદ, વાંકાનેર તાલુકા પંચાયત,મોરબી જિલ્લા પંચાયત માટે ફોર્મ ઉપડ્યા
નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજરોજ ઉમેદવારીપત્ર વિતરણ શરૂ થતાં જ રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉમેદવારીપત્ર હસ્તગત કર્યા હતા જેમાં મોરબી નગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો , વાંકાનેર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો, મોરબી તાલુકા પંચાયતની 26, ટંકારા તાલુકા પંચાયતની 16, માળીયા તાલુકા પંચાયતની 16, હળવદ તાલુકા પંચાયતની 20,અને વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે આજે ઉમેદવારીપત્ર ઉપડયા હતા.
* નગરપાલિકા : – માળિયા નગરપાલિકાની 24 બેઠકો માટે આજે એક પણ ફોર્મ ઉપડ્યું ન હતું.જ્યારે મોરબી પાલીકા ના 13 વોર્ડ ની બાવન બેઠકો માટે આજે કુલ 74, વાંકાનેર પાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે 17 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા.
* જિલ્લા પંચાયત: – મોરબી જિલ્લા પંચાયતની મોરબી તાલુકામાં આવતી 8 બેઠકો માટે 48, માળીયા તાલુકામાં આવતી 2 બેઠકો માટે 7, અને ટંકારા તાલુકામાં આવતી 3 બેઠકો માટે 15 , હળવદ તાલુકામાં આવતી 5 સીટ માટે 24
વાંકાનેર તાલુકામાં આવતી 6 બેઠકો માટે આજે કુલ 8 ફોર્મ
ફોર્મ ઉપડ્યા હતા.
* તાલુકા પંચાયત : – મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો માટે સૌથી વધુ કુલ 112 ફોર્મ, માળીયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે કુલ 46 ફોર્મ, ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 59 ફોર્મ, હળવદ તાલુકા પંચાયતની 20 સીટ માટે 48 ફોર્મ, વાંકાનેર તાલુકા પંચાયતની 24 સીટો માટે 27 ફોર્મ ઉમેદવારોએ મેળવ્યા હતા, જો આજે મોરબી જિલ્લામાં એક પણ ઉમેદવારીપત્ર ભરાઈ ને પરત આવ્યુ ન હતું. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લઈ જિલ્લામાં તમામ રિટર્નિંગ ઓફિસરોએ સોશિયલ ડિસ્ટનસનું પાલન થાય તે મુજબની વ્યવસ્થા ગોઠવી ઉમેદવારીપત્રનું વિતરણ કર્યું હતું.
રીપોર્ટ : – જનક રાજા, મોરબી