સૌરાષ્ટ્રનુ પ્રસિદ્ધ યાત્રાધામ આઇ શ્રી ખોડિયાર માતાજી મંદિરે ખોડીયાર જયંતિની ઉજવણી કરાશે
વાંકાનેર તાલુકાનુ અને મોરબી જિલ્લાનુ જગ વિખ્યાત, સૌરાષ્ટ્ર નુ પ્રશિદ્ધ યાત્રાધામ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર , માટેલધરા ખાતે આગામી તારીખ : 20 / 2 / 2021 ને શનિવારના મહાસુદ આઠમના રોજ શ્રી ખોડિયાર જ્યંતી હોય શ્રી ખોડિયાર જ્યંતી ના પાવન પુણ્યશાળી અવસરે સવારના શ્રી ખોડિયાર માતાજીનુ પૂજ્ય પૂજન આઇશ્રી ખોડિયાર માતાજી મંદિરના મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા તેમજ હાલના પૂજારી શ્રી ખોડીદાસબાપુ, જગદીશબાપુ દ્વારા કરવામાં આવશે,
તેમજ સવારે આઠ થી નવ દરમ્યાન બાવનગજની ધ્વજાવિધિ કરવામાં આવશે.
શ્રી ખોડિયાર જ્યંતી નિમિતે માતાજી ના નિજ મંદિર ને અનેરા પુષ્પો થી શણગારવામાં આવશે , તેમજ શ્રી ખોડિયાર જ્યંતી ના પાવન પર્વે સવારના અગિયાર થી બપોરના ત્રણ વાગ્યાં સુધી ”મહા પ્રસાદ ચાલુ રહેશે, તેમજ સાંજના આરતી બાદ મહા પ્રસાદ આપવામાં આવશે , અત્રે ઉલ્લેખનીય છે કે આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ખાતે અવિરત બને ટાઈમ કોઈપણ જાતના ભેદભાવ વિના ”મહા પ્રસાદ‘ ચાલુ જ છે અને દર રવિવારે, તેમજ દર પૂનમના માટેલધરા ખાતે દૂર દૂરથી ભાવિક ભક્તજનો માં ના દ્વારે આવીને આરતી નો લાભ લઈ માતાજી નો મહા પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે.
માટેલ ધરામાં લોક વાહિકા મુજબ જ્યાં સોનાનુ માતાજી નુ દેવળ છે અને ગમે તેવા દુષ્કાળ આવે તોય આ માટેલ ધરામાં પાણી ખૂટતું નથી, આનો કોઈ તાગ જ નથી દરેક ભાવિક ભાઈઓ, બહેનો આ માટેલધરા ના દર્શન કરે છે અને ધરા નુ પવિત્ર ” જળ ‘ લઈને તન-મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે, માટેલધરાનો મહાત્મય અનોખો છે, અહીંયા દેશ-વિદેશથી પણ માનવીઓ આવે છે, જ્યાં ધ્વજાં ફરકે સત ધર્મની એવા માટેલ રૂડા ધામમાં મહાસુદઆઠમના શ્રી ખોડિયાર જ્યંતીના પ્રતિ વર્ષ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, હાલાર, કચ્છ વગેરે દૂર-દૂરથી ભાવિક ભક્તજનો માતાજી ના દ્વારે આવે છે અને ધર્મ લાભ લઈને પાવન થાય છે.
માટેલધરા ખાતે બહાર ગામથી પધારતા યાત્રિકો માટે નિઃશુલ્ક રહેવાની પણ સગવડ છે , તેમજ અહીંયા વિશાળ ગૌશાળા આવેલી છે જેનું દૂધ પણ યાત્રિકો માટે ચા પાણી માટે વાપરવામાં આવે છે , ગાયમાતાજી ની પણ સરસ સેવા અહીંયા થાય છે, માં ના દ્વારે અનેક લોકો માનતા રાખે છે , કોઈ સાકર થી છોકરા ને જોખે તો કોઈ પેડા થી વિદ્ય વિદ્ય વાનગીઓ થી અહીંયા બાળકો ને જોખે છે ,, માં ના પ્રતાપ થી સહુના કામ થાય છે ,,, શ્રી ખોડિયાર જ્યંતી ના પાવન પર્વે સર્વે ભાવિક ભક્તજનો ને સોશ્યલ ડિસ્ટન રાખીને માસ પહેરીને આવવા આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ના મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા ની યાદીમાં જણાવાયું છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી