ગીરસોમનાથનાં વેરાવળમાં ભાલકેશ્ર્વર ગૃપ દ્રારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું

સરકારની ગાઈડલાઈન મુજબ 100 ફૂટના અંતરે એક મંડપ લગાવાયો
ચાર ભાગમાં 25 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા.
ગીરસોમનાથ જીલ્લાના વડામથક વેરાવળના ભાલકેશ્ર્વર ગૃપના દંપતિ દ્રારા જરુરીયાતમંદ હિન્દુ સમાજ ની 25 દિકરીઓના સમૂહલગ્ન કરી પોતાના નવા ગૃહ મા પ્રવેશ કયોઁ..
કોરોનાની મહામારી ચાલી રહેલ છે અને બીજી લહેર પસાર થઈ ને હવે થોડી હળવાશ થયેલ છે. ત્યારે જીવનમા લગ્ન એ દરેક પરિવારમા ફરજીયાત હોય છે. વેરાવળ-ભાલકા વિસ્તારના આહીર દંપતીએ પોતાના નવા ગૃહપ્રવેશ મા કોઇ સગાવહાલા કે પરિવારને ભોજન કરાવી ગૃહપ્રવેશ કરવાને બદલે હાલ કોરોનાની મહામારીમા એક અનોખી પહેલ કરી છે. કોરોનાની પરિસ્થિતીમા ઘણા લોકોના કામધંધા પડી ભાંગ્યા છે અને ઘણા પરીવારે તો પોતાના સ્નેહીજન ને પણ ગુમાવ્યા છે ત્યારે આવી પરિસ્થિતિઓ મા ખૂબજ જરુરીયાતમંદ 25 દિકરીઓના લગ્ન કરાવવાનો નિર્ણય ભગાભાઇ સોલંકી તથા હંસાબેન સોલંકીએ કરેલ અને સરકારની ગાઈડલાઈન મુજબ પોતાના જ રીસોટઁ મા 100 ફૂટના અંતરે એક મંડપ એમ ચાર ભાગમા 25 દિકરીઓના લગ્ન કરાવ્યા છે. ગોરમહારાજ, નવદંપતીઓ, તેમના પરીવાર સહીત તમામને માસ્ક ફરજીયાત, ભોજનની વ્યવસ્થા, ઊતારાની વ્યવસ્થા, સંગીત સંધ્યા સહીતની તમામ વ્યવસ્થાઓ કોઇપણ ફંડ-ફાળા વગર કરવામા આવી હતી. જેમા રાજકીય , સામાજિક, આગેવાનોએ પણ ઉપસ્થિત રહી નવદંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા.
આ તકે સમગ્ર દેશ વાસીઓ ને એક અપીલ કરાઇ છે કે આવા જરુરીયાતમંદ કે જેના પરીવારના મા નથી પિતા નથી કે વ્યવસ્થા નથી તેવા પરિવારને આ રીતે સમૂહલગ્ન કરી ને મદદરૂપ દરેક લોકો થાય.
રિપોર્ટ:- પરાગ સંગતાણી, વેરાવળ