બકરી ઇદને લઇને જાહેરમાં પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ

Spread the love

જૂનાગઢ : તા.૨૧ જુલાઇના રોજ બકરી ઇદની ઉજવણી થનાર છે.મુસ્લીમ લોકોના પવિત્ર બકરી ઇદના તહેવાર અન્વયે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે સુલેહશાંતી અર્થે સાવચેતીનાં પગલા લેવા આવશ્યક છે. જેથી તા.૧૯ થી ૨૩ જુલાઇ એમ ૫ દિવસ સુધી (બન્ને દિવસો સહિત) ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ જૂનાગઢ જિલ્લામાં કોઇપણ ઢોર પશુઓની કતલખાનાં બહાર જાહેર જગ્‍યાઓમાં કે શેરીઓમાં કતલ કરવા પર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એલ.બી.બાંભણીયા તેમને મળેલ સત્તાની રૂએ મનાઇ હુકમ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇ.પી.કો. કલમ ૧૮૮ હેઠળ શીક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!