રાજકોટ ના કનકનગરમાં થયેલ ખૂનના ગુનામાં બન્ને આરોપીઓ પાસે સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રકશ

રાજકોટ ના કનકનગરમાં થયેલ ખૂનના ગુનામાં બન્ને આરોપીઓ પાસે સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રકશ
Spread the love

રાજકોટ ના સંત કબીર રોડ પર આવેલ કનકનગર શેરીનં-૮ માં ખોડીયાર કૃપા મકાનમાં રહેતા અને ડ્રાઇવિંગ નું કામ કરતા સુરેશભાઇ સવજીભાઇ સાકરીયાની સગીરવયની પુત્રીને વિજય ભગાડી ગયા બાદ તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. તે દોઢ માસ પૂર્વે જેલમાંથી જામીન ઉપર છુટ્યો હોય. ફરી સગીરાને ભગાડી જવાની તૈયારીમાં હતો. ત્યારે વિજયની હત્યા કરવામાં આવી આ હત્યામાં સગીરાના પિતા સુરેશભાઇ સવજીભાઇ સાકરીયા જાતે.કોળી ઉ.૪૨ રહે. કનકનગર શેરીનં-૮ રાજકોટ. અને ચોટીલા તાલુકાના ગોલીડા ગામના વતની અને હાલ હુડકો ચોકડી પાસે એનીમલ હોસ્ટેલ પાછળ રહેતા મેલડી માતાના ભુવા દિનશ ઉર્ફે ભુવાજી બચુંભાઈ રંગપરા ઉ.૨૯ ની પોલીસે ધરપકડ કરી હતી. કનકનગરની સગીરાનું અપહરણ થયા બાદ હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ થયા બાદ સગીરાના અપહરણ ના દોઢ વરસ બાદ જેની હત્યા થઇ તે કોળી યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને સગીરાને મુક્ત કરાવી તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. પુત્રીને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ ગુજારનાર કોળી શખ્સ જામીન ઉપર છુટ્યા બાદ પણ કોળી પરિવારે વારંવાર ધમકી આપી ફરીથી સગીરાને ભગાડી જવાનો ટોણો મારતો હોય. જેથી કોળી યુવક સાથે બદલો લેવા સગીરાના પિતા અને ચોટીલાના ગોલીડા ગામના મેલડી માતાના ભુવાએ સરાજાહેર કોળી યુવકનું ઢીમ ઢાળી દિધું હતું. રાજકોટ થોરાળા પોલીસે હાલ આજીડેમ પાસે શ્રમજીવી સોસાયટી શેરીનં-૪ માં રહેતા સુરેશભાઇ સવજીભાઇ સાકરીયા અને ચોટીલા તાલુકાના ગોલીડા ગામના વતની અને હાલ હુડકો ચોકડી પાસે એનીમલ હોસ્ટેલ પાછળ રહેતા મેલડી માતાના ભુવા દિનશ ઉર્ફે ભુવાજી બચુંભાઈ રંગપરા ની ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રી-ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું. આ બનાવના દિવસે તા.૧૯/૮/૨૦૨૧ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે કનકનગર શેરીનં-૧ ના ખુણે રોલ પ્રેસના કારખાના ના ઓટલા પાસે વિજય ઉર્ફે વિજલો આવ્યો હોય. જેની જાણ સુરેશભાઇ સવજીભાઇ સાકરીયા અને મેલડી માતાના ભુવા દિનશ ઉર્ફે ભુવાજી બચુંભાઈ રંગપરા ને થતા બન્નેએ એક સંપ કરી ધારીયુ તથા છરી લઇ હિરો હોન્ડા મોટરસાયકલ નંબર GJ-3-JN-3714 માં આવ્યા હતા અને વિજય ઉપર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દિધો હતો. અને મોટરસાયકલને નાસી ગયા હતા. થોરાળા પોલીસ I.P.C કલમ-૩૦૨-૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી અટકાયત કરેલ છે. પોલીસે સુરેશ અને દિનેશના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!