લેખક સુધીરભાઈ મહેતાના ૬૨માં જન્મ દિવસ પર સાવરકુંડલામાં રવિવારે રક્તદાન કેમ્પ નું આયોજન

લેખક સુધીરભાઈ મહેતાના ૬૨માં જન્મ દિવસ પર સાવરકુંડલામાં રવિવારે રક્તદાન કેમ્પ નું આયોજન. આદરણીય લેખક અને ૩૮ વર્ષ શિક્ષક તરીકે સેવા આપી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલ અને ૨૪ પુસ્તકોના લેખક શ્રી સુધીરભાઈ મહેતા તા.૫-૯ ના દિવસે ૬૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય તે નિમિતે આ દિવસે સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલ ડો.વડેરા સાહેબની હોસ્પીટલમાં સવારના ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા શાખાના સહયોગથી આયોજન કરવામાં આવેલ હોય રક્તદાતાઓ ને ડબલ ગીફ્ટ આપવામાં આવનાર હોય સહયોગ આપી રક્તદાન કરવા સુધીરભાઈ મહેતાએ નમ્ર અનુરોધ કરેલ છે.
રિપોર્ટ – અતુલ શુક્લ દામનગર.