જૂનાગઢ શહેર-ગ્રામ્ય યુવા મહોત્સવમાં ૨૧૫ યુવા કલાકારોએ પાથર્યા કલાના કામણ

જૂનાગઢ શહેર-ગ્રામ્ય યુવા મહોત્સવમાં ૨૧૫ યુવા કલાકારોએ પાથર્યા કલાના કામણ
લગ્નગીત, સમૂહગીત, એકપાત્રીય અભિનય,ભજન, લોકવાર્તા સહિતના યુવા કલાકારો નિખર્યા
જૂનાગઢ : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ જિલ્લા, રમત ગમત કચેરી જૂનાગઢ આયોજીત જૂનાગઢ શહેર અને ગ્રામ્ય યુવા મહોત્સવમાં તાલુકા કક્ષાએ વિજેતા ૨૧૫ જેટલા સ્પર્ધકોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. પુષ્ટી સંસ્કાર સ્કુલ જૂનાગઢ ખાતે તા.૨ ઓકટોબરના રોજ આયોજીત આ યુવા મહોત્સવ જૂદા જૂદા ૯ વિભાગોમાં યોજાયો હતો.
યુવા મહોત્સવમાં પ્રથમ સ્થાને વિજેતા સ્પર્ધકો તા.૨૮ ઓકટોબરના રોજ ગીર સોમનાથ જિલ્લામાં ઝોનલ કક્ષાએ યોજાનાર મહોત્સવમાં સહભાગી થશે. કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી બંધ આ યુવા મહોત્સવ યોજાતા સ્પર્ધકોએ લગ્નગીત, સમૂહગીત, એકપાત્રીય અભિનય, વકત્તૃત્વ, નિબંધ, ભજન, લોકવાર્તા એકપાત્રીય અભિનય સહિતમાં યુવા કલાકારોએ પોતાનું કૌવત બતાવ્યું હતુ. જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, પૃષ્ટી સંસ્કાર વિદ્યાલયના આચાર્ય હિતેશભાઇ મકવાણા તેમજ શિક્ષકોએ આ યુવા મહોત્સવનો દિપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતોં.
જૂનાગઢ ગ્રામ્ય યુવા ઉત્સવમાં વકત્તૃત્વમાં કેશોદની ચૌહાણ લીજા, નિબંધમાં ગીરગીલાણી ભાવિકા, કાવ્ય લેખનમાં સોલંકી લીના, લોકવાર્તા ખુલ્લા વિભાગમાં કેશુર આરતી, સર્જનાત્મક કારીગરી ખુલ્લો વિભાગ ભાલાળા નેન્સી, ચિત્રકલા અ – સાવલીયા અદિતિ, ચિત્રકલા બ – બારડ પ્રિયા, લગ્નગીત શ્રીમાળી દર્શાગી, હળવુ કંઠય જીમુડીયા રૂત્વી, લોકવાદ્ય ભસ્તાના રોનક, ભજન ખૂલ્લો વિભાગ સોલંકી નિકિતા, સમૂહગીત ખૂલ્લો વિભાગ જી.ડી.વી. કન્યા વિદ્યાલય કેશોદ, એકપત્રીય અભિનય અ ખોરાસા નિષ્ઠા, બ – ઘોડાસરા એશા પ્રથમ સ્થાને વિજેતા થયા હતાં.
જૂનાગઢ શહેર યુવા મહોત્સવમાં વકત્તૃત્વ અ વિભાગ – ઠાકર ડિમ્પલ, વકત્તૃત્વ બ- વ્યાસ જય, નિબંધ અ- તુર્ક તન્ઝીલા, બ વિભાગ મોરધ્રા હિમાક્ષી, પાદપુર્તિ ટીલાવત ઝલક, કાવ્ય લેખન લાખાણી ધાર્મિક, ગઝલ શાયરી લેખન કારવા રાજેશ, લોકવાર્તા ખૂલ્લો વિભાગ નકૂમ આરતી, ચીત્રકલા અ વિભાગ કુકડીયા કલ્પેશ, બ- ચારીયા હર્ષ, લગ્નગીત સોરઠીયા નયન, હળવુ – સંગીત અ વિભાગ ત્રિવેદી ધ્વનીત, બ- હર્ષીત દવે, લોકવાદ્ય રાઠોડ આકાશ, સર્જનાત્મક કારીગરી ખૂલ્લો વિભાગ ખરેળ નરેશદાન, સમૂહગીત એન.બી.કાંબલીયા કન્યા વિદ્યાલય, એકપાત્રીય અભિનય બરવાડીયા ઉર્વિશા અને એકપાત્રીય અભિનયમાં જોષી બ્રમ્હાલી પ્રથમ સ્થાને વિજેતા થયા હતાં.