જૂનાગઢ સ્થિત હાટકેશ હોસ્પિટલમાં રૂા. ૩૦ લાખના અનુદાનથી PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો

જૂનાગઢ સ્થિત હાટકેશ હોસ્પિટલમાં રૂા. ૩૦ લાખના અનુદાનથી PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો
૧.૫ ટનની ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ દિર્દિઓને ઉપયોગી થશે
જૂનાગઢ : જૂનાગઢ સ્થિત હાટકેશ હોસ્પિટલ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રૂા. ૩૦ લાખના અનુદાનથી PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના મનોરથીના સહયોગથી સ્થાપિત આ ઓક્સિજન પ્લાન્ટનું ગૌસ્વામી શ્રી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી એ તક્તી અનાવરણ કરી ઉદ્દધાટન કર્યું હતું.
જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાં, મ્યુ.કમિશનર શ્રી રાજેશ ત્તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ અને હાટકેશ હોસ્પિટલના ટ્રષ્ટી મંડળ, દાતા પરિવારના નલિનભાઇ પટેલ, શુશીલાબેન પટેલ, ચીમનલાલ શાહ, શ્રીમતી લલીતાબેા શાહ અને ડોક્ટરોની ઉપસ્થિતિમાં આ ઓક્સિજન પ્લાન્ટ કાર્યાન્વીત કરવામાં આવ્યો હતોં. ઉલ્લેખનીય છે કે, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ૧૫ દેશમાં કાર્યરત છે. અને બાવાશ્રીના સંકલ્પ થી સમગ્ર રાજ્યમાં ૨૯ PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
psa પ્લાન્ટની ક્ષમતા 1.5 ટન છે હાટકેશ હોસ્પિટલ માં ૫૦ બેડ ઓક્સિજન સાથેની સુવિધા છે દર્દીઓ પાસેથી ઓક્સિજનની સુવિધા માટે કોઇ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. તેમ જણાવી હાટકેસ હોસ્પિટલના પ્રેસીડન્ટ કલ્પિત નાણાવટીએ જણાવ્યું કે કોરોના ની સંભવીત ત્રીજી લહેરના સામના માટે ઓક્સિજન ની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનો દર્દીઓને લાભ મળશે. આ પ્રસંગે કોરોના કાળમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર ડો. રાહુલ પંડયાને રૂ. ૧ લાખ પુરષ્કાર આપી સન્માનીત કરાયા હતા.