જગત જનની અંબે માતા ના નોરતા નું મહત્વ

સદા ભવાની સહાય કરો સન્મુખ રહો ગણેશ
પંચદેવ મળી રક્ષા કરો ,બ્રહ્મા વિષ્ણુ મહેશ
સર્વ મંગલ માંગલ્યે ,શિવે સ્વાર્થ સાધિકે
;શરણ્યે ત્રમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે //-‘
હે ,દેવી આપણે વંદન,ચૈતન્ય પ્રગટ કરનારી,તમે સર્વ માટે સારા છો,દરેક પદાર્થ ને પરિપૂર્ણ કરો છો,શરણાર્થીઓને ઈચ્છાપૂર્ણ કરો છો,ત્રણેય લોકની ત્રિલોક્ય જનની છો,તમે જ પ્રકાશના કિરણો છો( શ્લોક -3/સપ્તસતી) દેવીની ભક્તિ કરવા માટે પાંચેય નવરાત્રિમાં શારદીય નવરાત્રિનો પોતાનો વિશેષ મોભો છે,પ્રભાવ છે.
દેવતાઓ પણ પ્રથમ મા ભવાનીને યાદ કરે છે,સંકટ આવે ત્યારે દુર્ગા,આદ્ય શક્તિ,અંબા,કાળકા તમામ દેવોઓને નજરે ચડે છે ,જે માતાનું શરણું લે તે ક્યારે નિરાશ થઈ શકે નહીં પોતાના સાધકની સંભાળ માતા લે છે,નવરાત્રિ નો અર્થ જ આત્માની જાગૃતિ છે . ,ભક્તિ,પૂજા,ગરબા,રાસ,.,જપ. અનુષ્ઠાન ,શાસ્ત્ર પઠન દ્વારા માનવી એ નવરાત્રિમાં નવી ચેતના મેળવવા પ્રયાસ કરવાનો છે.
માનવીએ યાદ રાખવાનું છે કે બ્રહ્માંડ,ગ્રહ,નક્ષત્ર,પંચ મહાભૂત,સૃષ્ટિ,જીવ માત્ર પ્રાણ શક્તિની ઈચ્છાથી ચલાયમાન થાય છે.આ મહા શક્તિ એ જ આદિ શક્તિ છે ,મા આદ્ય શક્તિના અનેક સ્વરૂપો છે.તેનાગુણો સાધકની આસ્થા,શ્રદ્ધાથી કરેલી નવરાત્રિ પૂજામાંથી મળે છે એ રીતે નવરાત્રિ અનેક રીતે મહત્વ ધરાવે છે અને નવરાત્રિ ના એકેએક દિવસનું મહત્વ છે ,મા આદ્યશક્તિ દુર્ગા સ્વરૂપમાં દયા,ક્ષમા,શાંતિ,,શ્રદ્ધા,ભક્તિ,મમતા, સહનશીલતા,કરુણા અને અન્નપૂર્ણા આ દસ ગુણો દસ દિવસ,નવરાત્રિ અને દશેરા ના છે; જે ભારતીય નારીમાં પણ ઉતરેલા હોય છે. નવરાત્રી આ દૈવી શક્તિ,નારી શક્તિની આરાધના કરી નવો સંચાર પ્રાપ્ત કરવા આશીર્વાદ પામવાનું પર્વ છે સાધક પણ પોતાની ચેતના જાગૃતિ માટે યથા શક્તિ વ્રત કરી ચુસ્ત નિયમો પાળે છે. નવરાત્રિ માતૃભાવ અને વાત્સલ્ય ભાવની અનુભૂતિ કરાવે છે, તેથી શાસ્ત્રોમાં કહ્યું છે -‘નવ શક્તિ ભિ :સંયુક્તમ નવરાત્રમાં તદુંચ્યતે ‘દેવીની નવધા ભક્તિ જે સમયે મહા શક્તિ નું સ્વરૂપ ધારણ કરે છે તે નવરાત્રી ગણાય.વેદ,ઉપનિષદ,પુરાણ,દેવી ગ્રંથો;તમામ હિન્દૂ ગ્રંથો સર્વ પ્રથમ શક્તિ આદ્ય શક્તિ ને પ્રથમ અને મહત્વનું સ્થાન આપે છ .તેનીકૃપા દૃષ્ટિ મેળવવી દરેક માનવી,પરિવાર માટે લાભદાયી છે. જેઓ આ નવરાત્રિ દરમ્યાન કોઈપણ જાતની,કોઈપણ રીતે પૂજા ભક્તિ કરે તેને પરાક્રમ,શૌર્ય,સાહસ,ધન,સન્માન,પદ,પ્રતિષ્ઠા અને આશીર્વાદ મળે જ છે ,તો રિદ્ધિ સિદ્ધિ મળે છે અને અમંગળ તત્વો,આફત ટળે છે..
નવ દિવસ આદ્યશક્તિના સ્વરૂપો સાથે નવગ્રહોની પણ પૂજા કરવાની છે નવરાત્રીનો અર્થ અસહ્ય ખરાબ દૃષ્ટ વૃત્તિનો નાશ કરવાનો છે ‘જો નવી ઉર્જા ,ચેતના મળે તો જ દશેરા નો વિજય મેળવી આનંદિત થવાય. આ પર્વ ચારેય વર્ણ ઉજવી શકે તેમ છે .સમૂહ અથવા એકાંતે બેસી .સાધના થઈ શકે દુર્ગા સપ્તમી માં છે કે ,મારી આ સમયમાં પૂજા કરનાર સાધક અવરોધ મુક્ત બને છે .
નવ નો આંક સંપૂર્ણ અને વૃદ્ધિ વંત છે ,અનેક વિશેષતાધારક છે.નવ નો આંકડો એટલા માટે શુભ છે કે શરીરના નવ દ્વાર છે,માનવે ત્રણ,ત્રણ દેવીઓ,શક્તિઓ,અને ત્રિદેવ ની કૃપા પ્રાપ્ત કરવી તક છે ;મહિસાસુર નું યુદ્ધ 9 રાત્ર ચાલેલું,નવ ગ્રહો છે,નવ રત્નો છે,ભક્તિ નવધા છે.
નવ નોરતા નું રહસ્ય છે -પ્રથમ ત્રણ નોરતા તેને કાકા-તમસ કહેવાય અર્થાત તે માનવીની અજ્ઞાનતા દર્શાવે છે આ દિવસોમાં ‘હે માં, મારી અંદર રહેલી સર્વ અશુધ્ધિઓ,બુરાઈઓ ને દૂર કરી ઉત્તમ સદ્ગુણો પ્રાપ્ત કરાવ ,સ્વ શુદ્ધિકરણ કરાવ તે માટે પ્રાર્થના કરવી ;પછી ના 4-5-6 નોરતા રજસ છે, ઉદ્યમ દર્શક પ્રવૃત્તિ માટે મહાલક્ષ્મી માટે આહવાન કરવાના છે .’હે, મા મહાલક્ષ્મી સ્થિર ચિત્ત,શાંતિ,સ્નેહ ,.ધૈર્ય સ્નેહ થી અમને પરિ પૂર્ણ કરો એવી પ્રાર્થંના કરવાની છે . 7-8-9 નોરતા ને દિવસે દર્શક વૃત્તિઓ મનાવાય છે તે ધવલ ગુણ ધરાવે છે .જે જ્ઞાન-સમજ આપનારા મહા સરસ્વતી છે તેને પ્રાર્થના કરવાની છે, ,હે , શરદ માતા અમને બુદ્ધિ,જ્ઞાન,વિવેક પ્રાપ્ત હો ‘ પ્રાર્થના કરવાની છે શુદ્ધિકરણ સ્વબળે ,સ્વ જ્ઞાન વડે ચેતો વિસ્તાર શક્ય છે ,કેટલાક પ્રથમ 3 નોરતાને દુર્ગા શક્તિ ગણે છે,તેઓના મતે શક્તિ ઐશ્વર્ય અને જ્ઞાન મળે છે અને સર્વ સ્થળે વિજય મેળવી જ શકાય .
આમ નવરાત્રિ વ્યક્તિ માટે લાભદાયી છે, નવ દુર્ગા ના સ્વરૂપો અને અષ્ટ શક્તિઓ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરવાની છે તે અંગે હવે પછી ધ્યાન દોરીશું કન્યા એ બાળ દેવી રૂપ છે તેની પૂજા કરવા પણ શાસ્ત્ર જણાવેલ છે જેની સ્ત્રી શક્તિ વંદના કહે છે। તે અંગે હવે પછી .