જુની ગરાસીયાવાડ પાસેથી તડીપાર શખ્સને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

જુની ગરાસીયાવાડ પાસેથી તડીપાર શખ્સને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
Spread the love

જુની ગરાસીયાવાડ પાસેથી તડીપાર શખ્સને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લા એસ.પી.શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જિલ્લામાંથી તડીયાર થયેલ ઈસમો જો તડીપાર શરતો ભંગ કરે તો તેઓ ને પકડી કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપેલ હતી
જે સૂચના હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ નવરાત્રી તહેવાર નાઈટ પેટ્રોલીંગ મા હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લામાંથી ૩ મહિના માટે તડીપાર થયેલ ઇસમ ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ભાવલો રાજુભાઇ ચૌહાણ ઉવ. ૨૧ રહે. વડવા જુની ગરાસીયાવાડ બારૈયા ફળી ભાવનગરવાળાને તેના ઘરેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, તથા પોલીસ કોન્સ. રાઘવેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વજીતસિંહ ઝાલા, તથા ડ્રા.પો.કોન્સ. મુકેશભાઇ કંડોલીયા જોડાયા હતા

રીપોર્ટ : સતાર મેતર

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!