વડાલી: શેઠ શ્રી બી સી શાહ આર્ટસ કોલેજ વડાલી, ગરબા મહોત્સવ યોજાયો.

વડાલી: શેઠ શ્રી બી સી શાહ આર્ટસ કોલેજ વડાલી, ગરબા મહોત્સવ યોજાયો.
વડાલી આર્ટસ કોલેજમાં સંસ્કૃતિક સમિતિ દ્વારા
તા. 9 10 2021 ના રોજ “થનગનાટ ગરબા મહોત્સવનું” આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્ય નરેશભાઈ પટેલે આરતી કરી ગરબા મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ ગરબા મહોત્સવમાં સારું પરફોર્મન્સ કરનાર માટે ત્રણ નંબર રાખેલ હતા.
જેમાં પ્રથમ ક્રમે વણઝારા અંજલી, દ્વિતીય ક્રમે બારોટ સોનિયા અને ગઢવી માનસી તથા ચૌધરી ધરતી ત્રીજા નંબરે રહ્યા હતા.
આર્ટસ કોલેજના કુલ ૧૫૦ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.
ગુજરાતનો ગરબો અને નવરાત્રી મહોત્સવ ગુજરાતની એક આગવી વિશેષતા છે.
કોલેજના સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો તથા સ્ટાફ મિત્રોએ ગરબાની રમઝટ માણી હતી
ગરબા મહોત્સવ કાર્યક્રમ નું સંચાલન સાંસ્કૃતિક સમિતિ ના સભ્ય ડૉ.જે.જી ચૌધરી, ડો.જી.એ. દેસાઇ, પ્રા. આરતી રાઠોડ, પ્રા.બી.ડી.પટેલ તથા ડો. દિવ્યા પટેલે કર્યું હતું.
સુચારુ આયોજન બદલ કોલેજના આચાર્ય નરેશભાઈ પટેલે દરેક સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ-બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા.