જામનગર માં જન આશિર્વાદ યાત્રા ના આગમન ના દિવસે કોંગ્રેસ મહિલાઓ દ્વારા મોંઘવારી ના વિરોધ માં રાસડા લેવાયા

જામનગરમાં ગઇકાલે સાંજે કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો નવતરરૂપે વિરોધ કરાયો હતો અને ગરબા લેવાયા હતા. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલ, રાંધણગેસ, કરીયાણું વિગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવો સતત વધી રહ્યા છે. કાળઝાળ મોંઘવારીથી સામાન્ય અને મધ્યમ વર્ગની ગૃહિણીઓને ઘર ચલાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે છતા શાસકો લાજ-શરમ નેવે મુકી રાજકીય કાર્યક્રમોમાં ગળાડુબ છે. મોંઘવારીના વિરોધ માટે જામનગરમાં કોંગ્રેસ દ્વારા ગરબે ધુમી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, નયનાબા જાડેજા, જૈનબબેન ખફી ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભારવડીયા, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટર અલ્તાફ ખફી, ધવલ નંદા, નુરમામદ પલેજા તેમજ જીગર રાવલ વિગેરે પણ હાજર રહ્યા હતા.