1st ડિસેમ્બર , વિશ્વ એઇડ્સ અવેરનેસ દિન

1st ડિસેમ્બર , વિશ્વ એઇડ્સ અવેરનેસ દિન
IDCC હોસ્પિટલ દ્વારા વર્લ્ડ એઇડ્સ અવેરનેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં 21 મી સદી ના નવા વિશ્વ માં HIV/AIDS જાગૃતિ ના સંદર્ભે ગુજરાત ના ખ્યાતનામ અને ઇન્ફેકશિયસ ડીસીસ ના નિષ્ણાંત ડૉ.પ્રતીક સાવજ માર્ગદર્શન આપ્યું અને લોકદ્રષ્ટિ પ્રોજેકટ ઓફીસ ના મેનેજર હિરેનભાઈ ગજેરા એ સુરત માં ચાલતા ટેસ્ટિંગ અને સ્ક્રીનીંગ વિશે માહિતી આપી હતી.
આ સેમિનાર માં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ સુરત, રોટરેક્ટ કલબ ઓફ સુરત (ઇસ્ટ), લોકદ્રષ્ટિ ચક્ષુબેંક સંસ્થા ના પ્રતિનિધિ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સક્ષમ પશ્ચિમ ભારત ના કાર્યવાહક, રેડક્રોસ બ્લડ બેન્ક સુરત અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના અધ્યક્ષ કમાંડેન્ટ ડૉ.પ્રફુલ્લ શિરોયા, રોટરેક્ટ સુરત ઇસ્ટ ના અધ્યક્ષ રો.જયદીપભાઈ ગજેરા, DYSP નિકિતાબેન શિરોયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન
ડૉ.નિરવ ગોંડલીયા (ICU નિષ્ણાંત અને Emergency ફિઝિશિયન), ડૉ.ચંદ્રકાન્ત ઘેવરિયા (ફેંફસા ના નિષ્ણાંત), ડૉ. પૂર્વેશભાઈ ઢાંકેચા અને IDCC હોસ્પિટલ ના એડમીન ડૉ.ભાવિન શિરોયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આભારવિધિ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક ના ઉપાધ્યક્ષ દિનેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.