વિસાવદર : કોરોના નુ કારણ ધરીને બંધ થયેલ મીટર ગેજ ટ્રેન ફરી શરૂ નહીં થતા આજથી આંદોલન ના મંડાણ

વિસાવદર : કોરોના નુ કારણ ધરીને બંધ થયેલ મીટર ગેજ ટ્રેન ફરી શરૂ નહીં થતા આજથી આંદોલન ના મંડાણ
કોરોના કાળથી બન્ધ કરવામાં આવેલ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ એમ ત્રણ જિલ્લા ની જીવાદોરી સમાન મીટર ગેજ ટ્રેન રેલવે તંત્ર દ્વારા કોરોના નુ કારણ ધરીને બન્ધ કરેલ હતી તે ટ્રેન ચાલુ કરાવવા માટે વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિસાવદર પેસેન્જર એસોસિયન દ્વારા અવાર નવાર રજુવાત કરેલ પરંતુ રેલવે તંત્ર ના બહેરા કાને અથડાતી હોય અને છેલ્લા દોઢવર્ષ થી બન્ધ ટ્રેન ચાલુ નહીં કરતા વિસાવદર ચેમ્બરઓફ કોમર્સ તેમજ વિસાવદર ની સામાજિક સન્સ્થા ઓ ધ્વરા પ્રતીક ઉપવાસ આંદોલન ની ચીમકી તારીખ 1/12/2021થીકરવાની અરજી કરેલ તે મુજબ આજથી વિસાવદર ના નાગરિકો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દિલીપ કાનાબાર તેમજઆર્ય સમાજ ના સુધીર ચૌહાણ તેમજ સમભાવ મિત્ર મન્ડલ ના ઈલાયસ ભારમલ તેમજ વિસાવદર ના આમ નાગરિક તેમજ ભાજપ કાર્યકરો પણ જોડાયેલ હતા આતકે રેલવે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બન્દોબસ્ત રાખવામાં આવેલ હતો
આજે પ્રથમ દિવસે દિલીપભાઈ કાનાબાર લલિતભાઈ ભટ ઈલાયસ ભાઈ ભારમલ જેપી છતાણી હિંમત ભાઈ દવેસહિત 11વ્યક્તિ ઓ ઉપવાસ ઉપર બેસેલ છે
રિપોર્ટ : હરેશ મહેતા વિસાવદર