વંથલી કેશોદ રોડ પર એક કાર અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક નું મૃત્યુ

વંથલી કેશોદ રોડ પર એક કાર અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક નું મૃત્યુ
જુનાગઢ ના વંથલી કેશોદ રોડ પર એક કાર અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક નું મૃત્યુ થયું છે ત્યારે એક વ્યક્તિ ને સામાન્ય ઈજાઓ થઈ છે……
આજ રોજ સવારે સાત વાગ્યા આસપાસ વંથલી કેશોદ રોડ પર કાર અને ડંપર નું અકસ્માત થયો હતો તેમાં કાર નીચે દબાઈ જતાં કાર ચાલક નું મોત થયુ હતું અને બીજા વ્યક્તિ ને આ અકસ્માતમાં સામન્ય ઇજા થઇ છે કાર નીચે દબાઈ જનાર વ્યક્તિને વંથલી 108 ની ટીમ તથા ફાયર ટીમની મદદથી ક્રેન દ્વારા કાર ચાલક ને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારેઆ અકસ્માતમાં ઈજા થયેલ ને 108 દ્વારા વંથલી સરકારી હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતાં ત્યારે સરકારી હોસ્પિટલ ડોક્ટર દ્વારા કાર ચાલક ને મૃત જાહેર કરેલ છે .
રિપોર્ટ : રહીમ કારવાત
વંથલી