ગીર-સોમનાથમાં પહેલીવાર હેલિકોપ્ટરમાં વરરાજાની જાન નીકળી

ગીર-સોમનાથમાં પહેલીવાર હેલિકોપ્ટરમાં વરરાજાની જાન નીકળી
લગ્ન સમારોહમાં કંઈક અલગ કરવાની ઈચ્છા દરેક નવદંપતીને હોય છે. જીવનના પ્રસંગોને યાદગાર બની રહે તેવા તમામ પ્રયાસો દરેક વ્યક્તિ પોતાની રીતે કરે છે. ત્યારે ગીરસોમનાથના આહીર સમાજના યુવા આગેવાન નથુ ભાઈ સોલંકીના પુત્રના અનોખા લગ્ન યોજાયા હતાં. જેમાં ચેતન અને શૈલેષના લગ્ન પ્રસંગે શાહી ઠાઠ સાથે હેલિકોપ્ટર મારફતે વરરાજાની જાન આજોઠા ગામેથી નીકળી હતી.
હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા જાનૈયાઓની સાથે માંડવીયા પણ ચકિત રહી ગયાં હતાં. વરરાજાની અદભુત ક્ષણ જોઈ સૌ કોઈ લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સૌ કોઈ લોકો હેલિકોપ્ટરમાં આવેલી વરરાજાની જાન જોતા બધા ખુશ થવાની સાથે દંગ રહી ગયાં હતાં. જાનૈયા ઉપર પુષ્પવર્ષા થતા તેઓ પણ ગેલમાં આવી ગયા હતા. વરરાજા હેલિકોપ્ટરમાં આવતાની સાથે તેનો દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વેરાવળના આહીર સમાજના આગેવાન અને આજોઠા ગામના રહેવાસી નથુ ભાઈ સોલંકીના પુત્ર ચેતન અને તેમના ભત્રીજા શૈલેષની જાન હેલિકોપ્ટરમાં ગઈ હતી જેને લઈને નાઘેર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો, લગ્ન અનોખી રીતે લગ્ન યોજાયા હતા, ત્યારે લગ્ન પ્રસંગે શાહી ઠાઠ સાથે હેલિકોપ્ટરમાં જાન ગઈ હતી તેમજ દાંડિયા રાસમાં ગુજરાતના જાણીતા ગાયક જીગ્નેશ કવિરાજ, ગમન સાંથલ, ગીતા રબારી, નારેન ઠાકોર સહિત નામી અનામી કલાકરો પોતાનું સુરથી ખેલૈયાઓને મોજ કરાવી હતી.
રિપોર્ટ : શૈલેષ નાઘેરા, તા
વેરાવળ