સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસનો કોન્ટ્રેકટ પૂરો થયો

સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસનો કોન્ટ્રેકટ પૂરો થયો
Spread the love

સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસનો કોન્ટ્રેકટ પૂરો થયો.

હવે નવેસરથી ટેન્ડર શરૂ કરાશે

ગુજરાતને બે સી-પ્લેન માટે આર્થિક સહાય મળે
એ માટે રજૂઆત કરાઈ

પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતીથી સ્ટેચ્યું
સુધી સવાર-સાંજ બે ફ્લાઇટ શરૂ કરાશે.

રાજ્યના છ સ્થળોને પસંદગી કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે.

સાબરમતી રીવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુજ્ય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ અને સુરતના ઉકાઈ ડેમની પસંદગી કરાઈ
રાજપીપલા, તા 30

પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના અધ્યક્ષસ્થાને મળેલી
બેઠકમાં ગુજરાતમાં હવાઈ
સુવિધાનો વ્યાપ વધે એ માટે
ગુજરાતે વિવિધ માગણી કરી છે.

સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ શરૂ થઈ હતી, જેનોકોન્ટેક્ટ પૂરો થતાં હવે નવેસરથીટેન્ડર શરૂ કરાશે. આ સિવાય છેસ્થળે સી-પ્લેન સર્વિસ માટે સરવે
કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતને બે સી-પ્લેન માટે આર્થિક સહાય મળે
એ માટે રજૂઆત કરાઈ છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતીથી સ્ટેચ્યું
સુધી સવાર-સાંજ બે ફ્લાઇટ શરૂ કરાશે. ડીસા એર ટ્રિપની જમીનસોંપણી માટે પણ દરખાસ્ત કરાઈ છે.

એર સી-પ્લેનનની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી કરાઇ
નાગરિકોને સી-પ્લેનની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સ્થળોમાં સાબરમતી રીવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુજ્ય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ અને સુરતના ઉકાઈ ડેમની પસંદગી કરવામાં આવી છે. આ સેવા માટે રાજ્યને બે સી પ્લેનની સુવિધા મળે એ માટે રાજ્ય સરકાર તરફથી કેન્દ્રને આર્થિક સહાયની રજૂઆત પણ કરવામાં આવી છે. આગામી સમયમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર-સાંજ બે ફ્લાઈટની સુવિધાઓ કરવા માટે મંજુરી માંગવામાં આવી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!