લાઠી થી ભીંગરાડ સુધીના માર્ગ નું બાળાઓના વરદ હસ્તે કામ શરૂ કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર
લાઠી થી ભીંગરાડ સુધીનો જિલ્લા પંચાયતમાંથી અપગ્રેડ કરાવી સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરાવી રૂપિયા બે કરોડના ખર્ચે મંજુર કરાવી
બાળાઓના વરદ હસ્તે માર્ગનું કામ શરૂ કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર
લાઠી થી ભીંગરાડ ગામ સુધીનો આશરે ૧૫ કિલોમીટરનો માર્ગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લા પંચાયતમાંથી અપગ્રેડ કરાવી રાજ્ય ધોરીમાર્ગમાં સમાવેશ કરાવી રાજ્ય સરકારમાંથી માર્ગ માટે રૂપિયા ૨ કરોડ મંજુર કરાવી નવો માર્ગ બનાવવામાં માટે કામગીરી શરૂ કરાવી હતી
હાલ ગ્રામ્ પંચાયતની ચૂંટણીઓના કારણે આચાર સહિતા અમલમાં હોવાથી નાની બાળાઓ ના વરદ હસ્તે રોડનું કામ શરૂ કરાવી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આખા માર્ગ નું પૂરતું નિરીક્ષણ કર્યું હતું
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે લાઠી થી ભીંગરાડ સુધીનો ૧૫ કિલોમીટરનો માર્ગ ખુબજ મહત્વનો હોવાથી રોડનું કામ ગુણવત્તાસભર બને માટે પૂરતું ઓડિટ જરૂરી છે આ માર્ગ હાલ ૩.૭૫,મીટરની પહોળાઈ છે પણ સ્થાનિક ગામલોકો અને અગ્રણીઓની રજુઆતના પગલે ૫.૫૦ મીટરની પહોળાઈ સાથે કરવામાં આવશે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની માર્ગ નિરીક્ષણ સમયે સ્થાનીક કોંગ્રેસના પ્રમુખ ધીરુભાઈ ધોળકિયા,આંબાભાઈ કાકડીયા,જીતુભાઇ વાળા,ભુપેન્દ્રભાઈ સેજુ,કાનાભાઈ ગંગાડીયા,દિનેશભાઇ સેજુ,મહેન્દ્રભાઈ ડેર,અહેમદ શેખ,સંજયભાઈ સેજુ,અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા