20 Aug વિશ્વ મચ્છર દિવસ ઉજવણી

20 Aug વિશ્વ મચ્છર દિવસ ઉજવણી
Spread the love

દામનગર શહેરી વિસ્તારોમાં ૨૦ ઓગસ્ટ ના રોજ વિશ્વ મચ્છર દિવસ ની ઉજવણી કરવામાં આવી. મચ્છર થી થતા પાણીજન્ય રોગ તેમજ વાહક જન્ય રોગ અટકાયતી કામગીરીના ભાગરૂપે સ્કૂલમાં જઈ IEC કરવામાં આવી, બાળકોને મચ્છર કઈ રીતે ઉત્પન્ન થાય, મચ્છર માટેનો ઉત્પતિ સ્થાનો તેમજ મચ્છરને નાશ કરવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ, મચ્છર ના કરડવાથી થતા રોગો તેમજ મચ્છર થી બચવા માટેના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા અને સમજણ આપવામાં આવી. જાહેર સ્થળો પર પોસ્ટર તેમજ બેનર લગાવી બહોળો પ્રચાર કરવામાં આવ્યો.

જેમાં લાઠી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. આર આર મકવાણા સાહેબ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જરખીયાના મેડિકલ ઓફિસર શ્રી ડો. નિશિત છત્રોલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ દામનગર આરોગ્ય સ્ટાફ ડો. શીતલબેન રાઠોડ, સુપરવાઇઝર ભરતભાઈ સોલંકી, પ્રિયકાન્ત ભટ્ટી, વિશાલ સભાડ, મહેબૂબ પરમાર, પૂર્વી પડાયા, આરતી ભોજાણી, રીનાબેન રાઠોડ, યશસ્વીબેન લંગાળીયા દ્વારા દામનગર શહેરમાં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240820-WA0030.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!