બાબરા તાલુકામાં પાંચ કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ બનાવાશે

બાબરા તાલુકામાં પાંચ કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ બનાવાશે
Spread the love

બાબરા તાલુકામાં પાંચ કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ બનાવાશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની રાજ્ય સરકારમાં અસરકારક રજુઆત

તાલુકાના ખંભાળા, હાઈવે,થી જીવાપર,ઈશ્વરીયા કીડી જામ બરવાળા સહિતના માર્ગો કરોડોના ખર્ચે મઢાસે ગામલોકોમાં આનંદ ની લાગણી પ્રસરી

બાબરા લાઠી વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વખતોવખત રાજ્ય સરકારમાં અસરકારક રજુઆત કરી ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ મંજુર કરાવી રહ્યા છે હમણાં બે દિવસ પેલા મંજુર કરેલા કામો શરૂ નહીં કરવાની બાબતમાં પણ ધારાસભ્ય દ્વારા આંદોલન કરવાની ફરજ પડી હતી ત્યારે લોકોની પ્રાથમિક સુવિધાઓ માટે જાગૃત રહી રોડ રસ્તાઓ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે
ત્યારે બાબરા તાલુકાના પંચાલ વિસ્તારમાં પાંચ કરોડના ખર્ચે રોડ રસ્તાઓ રાજ્ય સરકારમાંથી મંજુર કરાવી વર્ક ઓડેર ઇશ્યુ કરાવતા ગામ લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્ય સરકારમાં બાબરા તાલુકાના કીડી – જામબરવાળા ૬ કિલોમીટરનો નોન પ્લાન માર્ગ ત્રણ કરોડ ના ખર્ચ મંજુર કરાવ્યો છે જેમાં અહીં માટીકામ,મેટલકામ નાળાકામ ડામરકામ બ્રિજ તેમજ પ્રો વોલ પણ અને સીસી રોડ પણ બનાવવામાં આવશે
તેમજ ઇશ્વરિયાથી કીડી સુધીનો નોન પ્લાન માર્ગ ત્રણ કિલોમીટરનો આશરે દોઢ કરોડમાં બનાવવામાં આવશે તથા ખંભાળા સ્ટેટ હાઇવે પણ ૪૫ લાખના ખર્ચે બનાવવામાં આવલ છે
આમ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ કરોડના ખર્ચે ડામર પેવર માર્ગ બ્રિજ પુલ સરણક્ષણ દીવાલ, સીસી રોડ સહિતના કામો કરવામાં આવશે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની રાજ્ય સરકારની અસરકારક રજુઆતના પગલે રોડ રસ્તાઓ પુલ સહિતના કામો મંજુર થતા ગ્રામ્યવિસ્તારોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

images-4.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!