પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવી ને 10 વર્ષની સખ્ત કેદની સજા

પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવી ને 10 વર્ષની સખ્ત કેદની સજા
રાજપીપલા,
પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવી ને 10 વર્ષની સખ્ત કેદની સજાથતાં ચકચાર મચી જવા પામી છે.
જેમાં આરોપી આતિશકુમાર શાંતિલાલ તડવી (ઉ.વ .21 મૂળ રહે . કોયારી , તા .તિલકવાડા ) ફરિયાદીની દીકરી ભોગબનનાર સગીરવય હોવાનું જાણવા છતાં ભોગબનનારને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ ગુનો કરેલ. જે બાબતે તિલકવાડા પોલીસમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ.જેમાં તપાસ કરનાર અમલદાર આર એલ રાઠવા એ પૂરતો પુરાવો મેળવી ચાર્જશીટ કરતા ન એડી સેસન્સ જ્જ એન એસ સિદ્દીકી ની કોર્ટમાં પોસ્કો કેસન.9/2017થી કલમ 376 તેમજ પોસ્કો એક્ટ મુજબ કેસ ચાલતા જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ ની દલીલ ને ગ્રાહ્ય રાખેલ. અને આઈ પી સી કલમ 376 અને પોસ્કો એક્ટ ની કલમ મુજબ તકસીરવાર ઠેરવી આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.5000/- દંડ કરેલ છે …
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા