કડીના રંગપુરડા પાસેથી ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાતા પશુપ્રેમીઓએ બચાવ્યા

કડીના રંગપુરડા પાસેથી ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાતા પશુપ્રેમીઓએ બચાવ્યા
Spread the love

કડીના રંગપુરડા પાસેથી ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાતા પશુપ્રેમીઓએ બચાવ્યા

— જીવદયા પ્રેમીઓએ કતલખાને લઇ જવાતા પાડા રોકી પોલીસ ને બોલાવી

કડી માંથી ભેંસ વંશ ના 10 પાડા પીક અપ ડાલા માં ક્રૂરતાપૂર્વક ભરી કતલખાને લઈ જવાતા હોવાની આશંકા થી કડીના જીવદયા પ્રેમીઓએ રંગપુરડા નજીક થી પીક અપ ડાલા સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા.

જીવ દયા સંસ્થામાં સેવા આપતા મિલન બારોટ સહીત ના કાર્યકર્તાઓ વહેલી સવારે થોળ રોડ ઉપર દશામાતા ના મંદિર પાસે ઊભા હતા ત્યારે રોડ ઉપરથી એક પીક અપ ડાલું પસાર થયું હતું જેમાં પશુઓ ભરેલ લાગતા તેઓએ તેનો પીછો કરી રંગપુરડા ગામની કેનાલ નજીક ઉભુ રાખી પાછલ ના ભાગમાં જોતા અંદર ભેશ વંશ ના 10 પાડા નીરણ તેમજ પાણી ની વ્યવસ્થા કર્યા વિના ભર્યા હતા જેથી તેમણે કડી પોલીસને જાણ કરતા પોલીસે આવી જી.જે.27 એક્સ 7822 નંબર ના ડાલા માં પાછલ ના ભાગે તાડપત્રી ખોલી તપાસ કરતા પાડા ખીચોખીચ ભરેલા હતા જેથી પોલીસે ડ્રાઈવર અને કંડકટર ની પૂછતાછ કરતા તેઓએ કડી ખાતેથી કુરેશી ભીખાભાઈ ના વાડા માંથી ભેંસ વંશ ના પાડા ભર્યા હોવાનું જણાવ્યું હતું.
કડી પોલીસે બે વર્ષની ઉંમરના 10 પાડા કી.આશરે 20,000 અને પીક અપ ડાલુ કી.આશરે 2,00,000 જપ્ત કરી પાડા ને કડી છત્રાલ રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે મોકલી આપી બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપીઓ

1 – સલીમ ઉસ્માનભાઈ સુમરા

રહે.સરખેજ રોડ દરગાહ પાસે અમદાવાદ

2 – ફૈજમહમદ શેરમહમદ મેવ
રહે.બહેરામપુરા વાઘજીભાઈ ની ચાલી ચેપી રોગ હોસ્પિટલ ની સામે અમદાવાદ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!