સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા નિધિ વિદ્યાલય, ભરૂચ ખાતે પ્રકૃતિ પરિચય શિબિર યોજાઈ

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા નિધિ વિદ્યાલય, ભરૂચ ખાતે પ્રકૃતિ પરિચય શિબિર યોજાઈ
Spread the love

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા નિધિ વિદ્યાલય, ભરૂચ ખાતે પ્રકૃતિ પરિચય શિબિર યોજાઈ

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા નિધિ વિદ્યાલય ના વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે રૂચિ,જાગૃતિ અને સંવેદના જાગે તે હેતુથી આયુર્વેદિક રોપાઓ, ફુલછોડના રોપાઓ તથા ઈન્ડોર પ્લાન્ટની જાણકારી આપવામાં આવી હતી. જ્યારે દિવ્ય ઔષધીય રોપાઓ જેવા કે ગળો, હડ્ડજોડ, પથ્થર ચટ્ટા, કુંવાર પાઠું, અજમો, તુલસી, મીઠો લીમડો, નાગદોન, પોઈ વગેરેનો પરિચય કરાવી અને તેના ઉપયોગો વિષેની જાણકારી આપવામાં આવી હતી, જ્યારે ઈન્ડોર પ્લાન્ટમાં સ્નેકપ્લાન (ઓક્સિજન પ્લાન્ટ) ની વિવિધ જાતો, મની પ્લાન્ટ, ડિફેનબીચેયા, રોહ્યો પર્પલ પ્લાન્ટનો પરિચય કરાવી તેની કાળજી કેવી રીતે રાખવી તે સમજાવ્યું હતુ. જ્યારે ફુલો વાળા પ્લાન્ટ માં વિવિધ રંગો ધરાવતા ઓફિસ ટાઈમ, ગુલબાસ વગેરેનો પરિચય કરાવ્યો હતો.
પરિચય શિબિરના અંતે નિધિ વિદ્યાલયના વિદ્યાર્થીઓના હાથે જ કુંડાઓમાં તે રોપાનું રોપણ કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓને વિવિધ રોપાની ઓળખ માટે તથા મુલાકાત લેનાર વ્યક્તિઓને તેની માહિતી મળી રહે તે હેતુથી કુંડા પર તેના નામના ટેગ ચોંટાડવામાં આવ્યાં હતા. સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આ છોડની સંભાળ અને દેખરેખ માટે વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!