ગાંધીધામની સ્કૂલોમાં રસીકરણ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં રસીકરણની કામગીરી શરૂ

ગાંધીધામની સ્કૂલોમાં રસીકરણ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં રસીકરણની કામગીરી શરૂ
વડાપ્રધાન મોદી દ્વારા 15થી 18 વર્ષનાં બાળકોને વેક્સિનેશનની જાહેરાત કર્યા બાદ તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફની મદદથી આજથી આદિપુર અને ગાંધીધામમાં બાળકોનું વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આદિપુર અને ગાંધીધામમાં આજે સવારથી બાળકોમાં વેક્સિનેશનની શુભ શરૂઆત કરી દેવામાં આવી છે. તે દરમિયાન આદિપુરની મૈત્રી મહાવિદ્યાલય, મૈત્રી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, મૈત્રી કન્યા વિદ્યાલય અને શિણાયમાં આવેલ એકેડેમિક હાઇ પબ્લિક સ્કૂલ(AHPS) માં મીડિયા દ્વારા સર્વે કરવાથી જાણવા મળ્યું કે સવારથી વિદ્યાર્થીઓમાં રસીકરણ ને લઈને ભારે ઉત્સાહ હતો તથા આ લેખ લખાય છે ત્યાં સુધી સરકારી ગાઇડલાઇન મુજબ રસીકરણ ની કામગીરી શાંતિપૂર્વક થઈ રહી છે,આ ઉપરાંત રસીકરણની ગણતરી નું સ્થળ મૈત્રી મહા વિદ્યાલય રાખવામાં આવ્યું છે, મૈત્રી મહાવિદ્યાલયના આચાર્યથી જાણવા મળ્યું કે અત્યાર સુધી એક્ઝેટ આંકડા જાણવા મળ્યા નથી કે કેટલા વિદ્યાર્થીઓએ રસીકરણ નો લાભ લીધો છે, પરંતુ સવારના અગિયાર વાગ્યા સુધીમાં અંદાજિત ૭૦૦ વિદ્યાર્થીઓએ રસીકરણનો લાભ લીધેલ છે.
રીપોર્ટ : ભારતી માખીજાણી કચ્છ