લોક-પ્રશ્નોનો ત્વરીત ઉકેલ માટે મંત્રીશ્રી દ્વારા અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ

લોક-પ્રશ્નોનો ત્વરીત ઉકેલ માટે મંત્રીશ્રી દ્વારા અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ
Spread the love

લોક-પ્રશ્નોનો ત્વરીત ઉકેલ માટે મંત્રીશ્રી દ્વારા અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ

લોક-પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ સાથે ત્વરીત ઉકેલ માટે મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી ધ્વારા અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે અપાયું ઉપયોગી માર્ગદર્શન

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે આયોજન ભવન ભરૂચ ખાતે
યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક

ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે ભરૂચના આયોજન ભવન ખાતે જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ અને જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે યોજેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નાયબ મુખ્યદંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ, સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહરણા, જંબુસરના ધારાસભ્યશ્રી સંજયસિંહ સોલંકી, વગેરેની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના તાકીદે ઉકેલ માંગી લેતા મહત્વના વિવિધ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવાની સાથે કેટલાંક પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપવાની સાથે જે તે પ્રશ્નોના સુચારા ઉકેલ માટે ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચૂડાસમા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક્શ્રી સી.વી.લતા, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓએ ઉક્ત બેઠકમાં રજૂ થયેલાં જિલ્લાના પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણામાં ભાગ લીધો હતો.
બેઠકમાં પદાધિકારીઓ ધ્વારા રજૂ થયેલાં વિવિધ પ્રશ્નોમાં કડોદરાની જમીન સંપાદનના વળતર અંગે, સરકારી જમીનમાં રહેણાંકના હેતુના વપરાશ અંગેનો પ્રશ્ન, જમીન મૂલ્યાંકન, વિજળી અંગેનો પ્રશ્ન, જમીન લેન્ડ કમિટિમાં લઈને આદીવાસીઓને પ્લોટ આપવા બાબત, નવેઠા સ્ટેટ હાઈવે, ભરૂચ દહેજ રોડનું નવું જમીન સંપાદન બાબત, લેન્ડલુઝર્સને કાયમી કરવા અંગે, ખેતીના પાકને નુકશાન અંગે, પી.એમ.જે.એ.વાય.ના સોફ્ટેવેરના પોર્ટલમાં ટેકનીકલ ખામીને સુધારો કરવા બાબત, વિજ વાયરથી થયેલ નુકશાની અંગે, ભરૂચ-વાગરા તાલુકાના રોડોનું પેચીંગ કરાવવા, પાણી પુરવઠાની કામગીરી બાબતે, નહેર વિભાગની કામગીરી અંગે, એસ.ટી.ના પ્રશ્નો, આવાસ યોજના અંગે ભરૂચ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારોને સહાય ચૂંકવણી અંગે ભરૂચ-શહેર અને આજુબાજુના વિસ્તારમાં મુખ્ય રોડ પર લારીઓ ધ્વારા હંગામી દબાણથી ટ્રાફિક સમસ્યા અંગે, જિલ્લામાં રેશનકાર્ડ ધારકો એન.એફ.એસ. યોજનાથી વંચિત અંગેનો પ્રશ્ન, આશા વર્કરોને અન્યાય થવાનો પ્રશ્ન, ભાડભૂત રીવરફ્રન્ટની કામગીરી અંતર્ગત થઈ રહેલી કામેગીરીને ગોલ્ડન બ્રીજ સુધી લંવાવવાનો પ્રશ્ન, ઝાડેશ્વર-તવરા-શુકલતીર્થ મુખ્ય રોડ પર, ધાર્મિક લાગણી દુભાય તેવા ખાણી-પીણીની લારીઓ ધ્વારા હંગામી દબાણો દુર કરવા અંગે, જંબુસર-આમોદ તાલુકાના રસ્તાના કામો સમયસર થયા નથી તે અંગે, ટંકારી-ડોલીયાના ગામોએ આવેલા મીઠાના અગરોના માલિકોના સરકારી જમીનના દબાણ અંગે, માર્ગ અને મકાન વિભાગ જંબુસર ખાતેની કચેરી ચાલુ કરવા અંગે, જંબુસર ખાતે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્લિટલના નવા મકાનનું કામ તાકિદે પૂર્ણ થાય તે અંગે, નર્મદા કેનાલના પ્રશ્નો, એસ.ટી.ના પ્રશ્નો, રાજપીપળા-અંકલેશ્વરને જોડતા રસ્તાને પહોળો કરવા તથા ભાવપુરા ગામ અને સુથારપુરા ગામની વચ્ચે આવેલ નાળા અને મોટું નાળુ બનાવવા, ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં આઉટસોર્સીંગના કર્મચારીઓ અંગે, નર્મદા નહેર આધારિત જંબુસર શહેરના પીવાના પાણીના સમસ્યાના નિવારણ અંગે જેવા પ્રશ્નોનું મંત્રીશ્રી દ્વારા ઝીંણવટભરી સમીક્ષ કરવામાં આવી હતી અને ઝડપથી ઉકેલ લાવવાની દિશામાં વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!