નેત્રંગમાં આયુર્વેદ – હોમિયોપેથ મેગા નિદાન સારવાર કેમ્પ યોજાયો

 નેત્રંગમાં આયુર્વેદ – હોમિયોપેથ મેગા નિદાન સારવાર કેમ્પ યોજાયો
Spread the love

નેત્રંગમાં આયુર્વેદ – હોમિયોપેથ મેગા નિદાન સારવાર કેમ્પ યોજાયો.

નિઃશુલ્ક કેમ્પમાં આયુર્વેદના ૨૪૫ અને હોમિયોપેથના ૫૮ દર્દીઓએ લાભ લીધો .

નેત્રંગ : પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકામાં આદિવાસી સમાજની બહુલ વસ્તી ધરાવતા ગામો છે.છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ જરૂરીયાતમંદ લોકોને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભરૂચ જીલ્લા આયુર્વેદ શાખા અને સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ સહિત અતુલભાઈ પટેલ સીએચસી રોગી કલ્યાણ સમિતિ મેમ્બર દ્વારા સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ અને હોમિયોપેથ નિદાન,સારવાર અને દવા નિશુલ્ક વિતરણ મેગા કેમ્પનું આયોજન સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૪5 આયુર્વેદના સર્વરોગના દર્દી અને હોમિયોપેથના ૫૮ દર્દીઓએ લાભ લીધો હતો આમ કુલ 303 લોકોએ આ કેમ્પમાં નિદાન સારવાર અને દવા મેળવી હતી.નેત્રંગના મેગા નિદાન કેમ્પમાં ડાયાબિટીસ,હાયપરટેન્શન,સ્ત્રીરોગ,કબજીયાત ,ચામડીના રોગ,શ્વાસ,દમ,શરદી,ખાંસી અને સાંધાના દુખાવા જેવા ઘણા જટીલ રોગોનું નિદાન કરી દવા નિશુલ્ક વિતરણ કરાયું હતું
ઉલ્લેખનીય છે કે,મેગા કેમ્પમાં આયુર્વેદ ડો.વસંત પ્રજાપતિ,ડો.અનિલા વસાવા અને ડૉ.શિવાંગી પટેલ જ્યારે હોમિયોપથના ડો.નરેશ પટેલ,ડો.પ્રવીણ પટેલ અને ડો.કેતન પટેલે ૩૦૩ દર્દીઓનું નિદાન અને સારવાર કરી હતી.

રિપોર્ટ  :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!