ભરૂચ જિલ્લામાં ૧૫ થી ૧૮ વય જુથના કિશોરોનો કોવિડ-૧૯ રસીકરણનો પ્રારંભ

ભરૂચ જિલ્લામાં ૧૫ થી ૧૮ વય જુથના કિશોરોનો કોવિડ-૧૯ રસીકરણનો પ્રારંભ
રાજ્ય સરકાર દ્વારા આજરોજ તા.૩ જી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫ થી ૧૮ વય જુથના કિશોરોને કોરોના સામે સુરક્ષા કવચ પુરૂ પાડવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોવિડ-૧૯ વેકસીનેશનનો આજથી પ્રારંભ થતા ભરૂચ જિલ્લામાં કુલ-૨૫૯ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોવિડ6 રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવેલ છે.
જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા અને સમગ્ર આરોગ્ય ટીમ ધ્વારા જિલ્લામાં અંદાજીત ૩૦૧૦૪ કિશોરોને રસી આપવાનું આયોજન હાથ ધરેલ છે. આજથી શરૂ કરાયેલ રસીકરણ અભિયાનમાં બાળકોએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીગણ રસીકરણ સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.