નેત્રંગમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરાયું

નેત્રંગમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરાયું.
તાલુકાભરની ૧૯ જેટલી શાળાઓમા ભણતા વિધાથીઓને રસીકરણ કરવામાં આવ્યુ.
નેત્રંગ : પ્રાપ્ત માહિત મુજબ સમગ્ર દેશભરમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની રસીકરણની કામગીરીનો પ્રારંભ થતાં જ નેત્રંગ આરોગ્યની ટીમે તાલુકાભરની ૧૯ શાળાઓમાં રસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.કોરોનાની રસીકરણની કામગીરી ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે ૦૩ જાન્યુઆરીથી શરૂ નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉ એ.એન.સીંગને માગઁદશઁન હેઠળ ડૉક્ટરો અને સ્ટાફ મારફતે થકી તાલુકાભરની ૧૯ જેટલી માધ્યમીક-ઉચ્ચસ્તરીય માધ્યમીક શાળાઓમાં અભ્યાસ કરતાં ૧૫ થી ૧૮ વર્ષની ઉમર ધરાવતા વિધાથીઓને રસીકરણ કરવાની કામગીરી કરવામા આવી છે.જેમાં નેત્રંગ તાલુકા મથકે આવેલ ભકત હાઇસ્કૂલ,આદર્શ નિવાશી શાળા,સાંદીપની શાળા,મોરીયાણા હાઇસ્કૂલ,વણખુંટા હાઇસ્કૂલ, ઉમખેડા હાઇસ્કૂલ,મૌઝા ખાતે બે સરકારી હાઇસ્કૂલ.ચાસવડ ખાતે બે હાઇસ્કૂલ. બિલોઠી હાઇસ્કૂલ.કાકડકુઇ હાઇસ્કૂલ. કોડવાવ હાઇસ્કૂલ.મૌવી ખાતે ની બે હાઇસ્કૂલ. ડેબાર હાઇસ્કૂલ.ગાલીબા હાઇસ્કૂલ.થવા હાઇસ્કૂલ સહીત ૧૯ જેટલી શાળાઓમા કોરોના વેકસીનેશનની કામગીરી આરોગ્ય વિભાગની ટીમ દ્રારા કરવામા આવી હતી.
રિપોર્ટ :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ