જૂનાગઢ : ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મેંદરડા ખાતે કરવામાં આવી

જૂનાગઢ : ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મેંદરડા ખાતે કરવામાં આવી
Spread the love

જૂનાગઢ :૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મેંદરડા ખાતે કરવામાં આવી

કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યોનું પાલન કરી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપીએ – કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા

આઝાદીના લડવૈયાઓ-વીર શહીદોના જીવનમાંથી પ્રેરણા લઈએ : આપણું બંધારણ આપણું ગૌરવ

ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે કલેકટર સહિતના મહાનુભાવોએ જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન કર્યુંવિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ થઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે ૭૬માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ સભર માહોલમાં સંપન્ન થઈ હતી. મેંદરડા પોબારી ગ્રાઉન્ડ ખાતે  કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ  ધ્વજ વંદન કરી પરેડની સલામી ઝીલી હતી.

આ પ્રસંગે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લાના નાગરિકોને પ્રસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,  આજથી ૭૫ વર્ષ પહેલાં પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રહેલા  છે. આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદ્રઢ  બની છે. ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્યના નિર્માણ આગળ વધ્યો છે. આ આપણું ગૌરવ છે.  તેમણે વધુમાં કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યનું પાલન કરી અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી ફરજ છે.

તેમણે નાગરિકોને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને રચનાત્મક વિકાસની દિશામાં કામે લગાડી સહિયારા પુરુષાર્થ દ્વારા સર્વાંગી પરિવર્તન સાધવા જણાવ્યું હતું. તેમણે સ્વરાજ્યથી સુરાજ્યની યાત્રાને સાચા અર્થમાં સાકાર કરવા અને આજે ૭૬ માં પ્રજાસત્તાક પર્વ પર સ્વતંત્ર ભારતના જવાબદાર નાગરિક તરીકેની આપણી ભૂમિકા  નિભાવી અને રાષ્ટ્રને નવી ઊંચાઈ પર લઈ જવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે આરઝી હકુમતની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કેજૂનાગઢ જિલ્લાએ તેનો ભવ્ય વારસો વર્તમાન સમયમાં પણ જાળવીને વિકાસના પથ પર જિલ્લો અગ્રેસર રહ્યો છે. પ્રવાસનકૃષિ ,આધ્યાત્મિકતાશિક્ષણ એમ દરેક ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાએ વિકાસના નવા ચિન્હો પ્રસ્થાપિત કર્યા છે.

પ્રજાસત્તાક પર્વની પરેડનું  નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી ગઢવી એ કર્યું હતું.કલેકટરશ્રી એ પોલીસમહિલા પોલીસહોમગાર્ડજીઆરડી,એસપીસીમાઉન્ટેન પ્લાટુનની સલામી  ઝીલી હતી

 

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ,ડોગ શોઅશ્વ શો તેમજ વિવિધ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારી તથા અસાધારણ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું  સન્માન કલેક્ટરશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમજ પોલીસ જવાનોને બિરદાવ્યા હતા.

આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર,ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમજૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતીન સાંગવાનનિવાસી અધિક કલેક્ટર શ્રી એન.એફ. ચૌધરીમેંદરડા પ્રાંત અધિકારી શ્રી કિશન ગળસર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.      

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!