પોરબંદર : રાતીયાનેશ પ્રા. શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

પોરબંદર : રાતીયાનેશ પ્રા. શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
Spread the love

પોરબંદર : રાતીયાનેશ પ્રા. શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

પોરબંદરની રાતીયાનેશ પ્રા. શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી

શાળાના બાળકોએ દેશભક્તિ ગીત, પ્રાચીન લોકગીતો, રાસડા, ડાન્સ, નાટકો, લાઠ્ઠીના દાવ, પટ્ટાબાજી,પિરામિડસંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા.

ગોસા(ઘેડ) : પોરબંદર-સોમનાથ નેશનલ હાઇવે રોડ પર આવેલ પોરબંદર તાલુકા ના રાતીયા (ઘેડ) ગામેની રાતીયા નેશ પ્રાથમિક શાળા મા આજ રોજ ૭૬ મા પ્રજાસત્તાક ભારે ઉસ્તાહમય વાતાવરણ વચ્ચે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના પટ્ટાંગણની સામે શાળામા અભ્યાસ કરેલ ગામની જ અને એસ.વાય. બીકોમમાં શ્રી વી. એમ. ચાંડેરા કોલેજ લોજ ખાતે ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતી શિક્ષિત દીકરીના પ્રણામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત મોરી પ્રિયાબેન પુંજાભાઈના વરદ હસ્તે તિરંગો ફરકાવી ધ્વજવંદન કરવામાં આવેલ. આ ધ્વજ વંદનના કાર્યક્રમની ઉજવણી પ્રસંગે રાતીયા ગામ તેમજ આજુબાજુ ગામના અનેક લોકોના આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક એવા શ્રી નાગવિયા બાપાના મંદિરના પૂ. ભુવા આતા ચનાઆતાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ એસએમસી અધ્યક્ષ દેવાભાઇ મોરી, પંચાયત સભ્ય ભીખાભાઇ મોરી તેમજ એસએમસીના સભ્યો,ગામના આગેવાનો રાણાભાઈ મોરી, દેવાભાઇ કરમટા તેમજ ગામના અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ૭૬ મા પ્રજાસત્તાક દિન પર્વની શાનદાર ઉજવણી કરવામાં સગભાગી થયા હતા.
૭૬ મા પ્રજાસત્તાક પર્વના કાર્ય ક્રમની શરૂઆત વંદેમાતરમ ના નારા સાથે રાષ્ટ્રીયગીત દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો નું રાતીયા નેશ પ્રાર્થ શાળા દ્વારા સ્વાગત પ્રવચન માં શબ્દોથી મીઠો આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.જયારે શિક્ષિત દીકરીના પ્રણામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત મોરી પ્રિયાબેન પુંજાભાઈનું એસએમસી અધ્યક્ષ દેવાભાઇ મોરી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરેલ.
રાષ્ટ્રીય પર્વ નિમિતે રાતીયા નેશ પ્રા. શાળા ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનિઓ એ સમગ્ર કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા અવનવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.જેમાં દેશભક્તિ ગીત, પ્રાચીન લોકગીતો, રાસડા, ડાન્સ, નાટકો, લાઠ્ઠીના દાવ, પટ્ટાબાજી,પિરામિડ વગેરે જેવી અનેકવિધ કૃતિઓ શાળાના વિધ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ તકે ગત શૈક્ષણીક વર્ષે ધો–૩થી ૮ માં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને તેમજ CET- ૨૦૨૪ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિધ્યાર્થીઓને અને ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તકે એસએમસી અધ્યક્ષ શ્રી દેવાભાઇ મોરી દ્વારા પ્રાસંગિક પ્રવચન માં જણાવેલ કે સ્વાતંત્રના લડવૈયાઓનું પ્રદાન ભરતને આઝાદી આપવામાં મહત્વનું છે. તેઓને ભાવાજલિ વ્યક્ત કરી વિદ્યાર્થી ઓ તેમજ વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત થવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી વનરાજભાઈ આગઠ તથા સમગ્ર શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તકે ઉપસ્થીત ગામ લોકો, વાલીઓ દ્વારા બાળકોને રંગરંગ કાર્યક્રમો નિહાળી ખુશી વ્યક્ત કરી પ્રોત્સાહન રૂપે ૯૦૦૦રૂ. ની રકમ ઈનામ રૂપે આપવામાં આવી હતી.

રિપોર્ટ:- વિરમભાઈ કે. આગઠ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!