હિંમતનગર:સાબરકાંઠા દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૧

હિંમતનગર:સાબરકાંઠા દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૧
વર્ષ-૨૦૨૧ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
(૧)શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ
(૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા
(૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસ્મેન્ટ ઓફીસર્સ
દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો અત્રેના ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર કચેરી, હિંમતનગર, જિ- સાબરકાંઠાથી “વિના મૂલ્યે “મળી શકશે .અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપૂરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવા.
અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં જિલ્લા રોજગાર કચેરી, હિંમતનગર,
જિ- સાબરકાંઠાને મોડામાં મોડા તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્રારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવ છે અધુરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ. વધુ માહિતી માટે જરૂર જણાય તો જિલ્લા રોજગાર કચેરી હિંમતનગરનો સંપર્ક સાધવા રોજગાર અધિકારીશ્રી હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા