હિંમતનગર:સાબરકાંઠા જિલ્લામાં ૧૫ થી ૧૮ વય જુથના બાળકોનો કોવિડ-૧૯ રસીકરણનો પ્રારંભ

હિંમતનગર:સાબરકાંઠા જિલ્લામાં ૧૫ થી ૧૮ વય જુથના બાળકોનો કોવિડ-૧૯ રસીકરણનો પ્રારંભ
Spread the love

હિંમતનગર:સાબરકાંઠા જિલ્લામાં ૧૫ થી ૧૮ વય જુથના બાળકોનો કોવિડ-૧૯ રસીકરણનો પ્રારંભ

કલેક્ટરશ્રીએ હિંમતનગરની માણેકકૃપા હાઈસ્કૂલ ખાતેથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

રાજ્યમાં ૧૫ થી ૧૮ વય જુથના બાળકોનું કોવિડ ૧૯ વેકસીનેશનનો પ્રારંભ થતા સાબરકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી હિતેષ કોયાએ હિંમતનગરની માણેકકૃપા હાઈસ્કૂલ ખાતેથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં કુલ- ૧૬૦ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આરોગ્ય વિભાગની ૨૮૧ ટીમો દ્રારા કોવિડ રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રથમ વેકસીનેશન શેસનમાં જિલ્લાના ૧૩૨૦૧ વિધાર્થીઓએ વેકસીનનો પ્રથમ ડોઝ જ્યારે ૧૮૮ વિધાર્થીઓને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિને વાલીઓ અને બાળકોનો ભરપુર સહકાર મળી રહ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલ અને આરોગ્ય વિભાગની ટીમ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ રસીકરણ સ્થળોની રૂબરૂ મુલાકાત લઇ બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
બાળકોનો રસીકરણ માટે ઉત્સાહ જોતા  જિલ્લો ટુંક સમયમાં કોરોના મુક્ત જિલ્લો બનાશે તેવી અપેક્ષા સાથે જિલ્લા વહિવટી તંત્ર ઝડપથી ૧૫ વર્ષથી ઉપરના દરેક બાળકને વેક્સીન આપવા પ્રયાસ કરી રહ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં તાલુકાવાર સ્કૂલોની સંખ્યા
હિંમતનગર ૩૫ સ્કુલો, ઇડર ૩૫, વડાલી ૧૦, તલોદ ૨૦, પ્રાંતિજ ૨૦,
ખેડબ્રહ્મા ૧૫, વિજયનગર ૧૫ અને પોશીનાની ૧૦ સ્કુલોમાં વેકસીનેશનની શરૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!