રાજકોટ શહેર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

રાજકોટ શહેર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી.
રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે ડેંન્ગ્યૂના ૨ કેસ નોંધાયા છે. આ સાથે ચાલુ વર્ષના ડેંન્ગ્યૂના કેસનો આંક ૪૩૩ પહોંચ્યો છે. જ્યારે મેલેરિયાનો માત્ર એક કેસ નોંધાયો છે. ચાલુ વર્ષે આજ સુધીમાં મેલેરિયાના ૫૯ કેસ નોંધાયા છે. ગત સપ્તાહે ચીકનગુનિયાના બે કેસ નોંધાતા વર્ષનો આંક ૪૨એ પહોંચ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના ૩૫૯ કેસ, સામાન્ય તાવના ૨૦ કેસ, ઝાડા-ઉલ્ટીના ૫૮ કેસ અને ડોગ બાઇટના ૩૪૭ કેસ નોંધાયા છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે ૧૫૧૬૪ ઘરોમાં પોરા નાશક કામગીરી આવી હતી. અને ૧૬૮૪ ઘરો ફોંગીગ કરવામાં આવ્યું છે. વધુ મચ્છર હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશિન દ્વારા ફોગીંગ કરવામાં આવે છે. વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કિષ્ના પાર્ક સાધુવાસવાણી રોડ, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશી૫ (રેલનગર), માઉન્ટેન પોલીસ લાઈન, શીતલપાર્ક, ભિમરાવનગર, ઘ્વારકેશ રેસીડેન્સી, રામેશ્વર પાર્ક, સમપર્ણ પાર્ક, પોલીસ ભરતી મેદાન, છત્રપતી શિવાજી ટાઉનશીપ, સિંધી કોલોની, પરસાણાનગર, જ્યોતિપાર્ક ૪, બેડી૫રા કબ્રસ્તાન, બુરહાની પાર્ક, રેલનગર-ર મેઇન રોડ, વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેંન્ગ્યૂ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૧૬ પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ/વાડી, પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલપંપ, સરકારી કચેરીનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ ૮૫૪ આસામીને નોટીસ આપવામાં આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.