રાજકોટ માં મહાનગરપાલિકામાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ એન્ટ્રીની અમલવારી શરૂ

રાજકોટ માં મહાનગરપાલિકામાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ એન્ટ્રીની અમલવારી શરૂ
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકામાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ એન્ટ્રીની અમલવારી શરૂ.

રાજકોટ માં રાજ્ય સરકાર દ્વારા ગત સપ્તાહે એવો આદેશ આપવામાં આવ્યો હતો કે ૧ જાન્યુઆરીથી તમામ સરકારી કચેરીમાં વેક્સીનના બંને ડોઝ લેનાર વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે. ગત શનિવારથી કોર્પોરેશનમાં આ નિયમની અમલવારી શરૂ કરવામાં આવી ન હતી. દરમિયાન આજથી વેક્સીનના બંને ડોઝ લીધા હોય તેના સર્ટીફીકેટનું ચેકીંગ કરવામાં આવતું હતું. જેના કારણે ભારે અફરાતફરી જેવો માહોલ સર્જાઇ ગયો હતો. ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ અને શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓની ગાડી પ્રવેશદ્વાર ખાતે ઉભી રાખીને વેક્સીનના ડોઝ અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું. ઉઘડતાં સપ્તાહે આજે અરજદારોની ભીડ સામાન્ય દિવસો કરતા વધુ માત્રામાં હોય છે. આજથી નવા નિયમની અમલવારી શરૂ કરી દેવામાં આવતા લોકોએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી.

રિપોર્ટ :  દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!