સુરતીઓ આ વખતે પણ આ જંગ જીતી બતાવશે.

નવેમ્બરમા દક્ષિણ આફ્રિકામા એમિક્રોનના કેશ દેખાયા.1 લી ડિસેમ્બરે સુરતમા માત્ર 2 કેશ જ હતા અચાનક જ સુરતમા કેશો વધતા વધતા આજે 2 તારીખે માત્ર સુરતમા જ ડબલ સદી થઈ ગઈ. કેવી રીતે? ખરેખર કેશો ઓછા આવતા હતા? કે મેનેજ કરાતા હતા ?
હજુય સરકાર વાઇબ્રન્ટ સુધી પ્રતિબંધો મુકવા તૈયાર નથી. સભા સરઘસો રેલીઓ મેળાવડા બાઇક રેલી કાર રેલી રોડ શો ચાલુ જ છે. બીજી લહેર વખતે પણ હાલતને હળવાશમા લેતા આપણી પથારી ફરી ગઈ હતી એની કળ હજુ વળી નથી.
આપણે વધુ પ્રતિબંધ સહન કરવા માનસિક રીતે તૈયાર છીએ ખરા? આપણે મહામહેનતે ખૂલેલી સ્કૂલ કોલેજ ફરી બંધ કરવી પડશે. મોલ થિયેટરો મલ્ટીપેક્સ જીમ બંધ કરવા પડશે. વેપાર રોજગાર બંધ કરશુ તો ભરણપોષણ ક્યાંથી કાઢશુ? દવા દારૂના રૂપિયા ક્યાંથી લાવશુ? 22 /22 મહિનાથી વેપારમા રોજગારમા ઘટ છે. બરાબર ગાડી પાટા પર ચડતી જ નથી. જુનુ દેવુ ચૂકતે થતુ નથી. જૂના પેમેન્ટ અપાય તો નવા બિલ બને નવો માલ આવે પણ કઈ થતુ નથી. વેપારી માલ આપવા તૈયાર છે પણ માલ ઉપાડવાની આપણી હિંમત ચાલતી નથી. માલ લાવશુ તો માલ વેચાશે કે નહીં. પેમેન્ટ ક્યારે આપીશુ ?
એમીક્રોન આફ્રિકામા દેખાયા પછી સુરતમા 2 માથી 200 ધડાધડ કેવી રીતે થઈ ગયા ?
કોરોનાના કેશોમા અચાનક કેમ વધારો થઈ ગયા?
આમને આમ ક્યા સુધી ચાલશે? શુ આપણે પહેલા જેમ થતા વાર લાગશે? કયારે ગાડી પાટા પર આવશે?
શુ આપણે ડરી ડરીને જ કાયમ જીવવાનુ છે? આપણે નિરાંતનો શ્વાસ કયારે લઈ શકીશું? આપણે તનમનથી હળવાફુલ ક્યારે થશુ?
આપણે પહેલા જેવા અસલ મોજીલા રંગીલા સુરતી ક્યારે બનીશુ ?
સુરતીઓ દરેક કુદરતી કે માનવ સર્જિત આફતો વખતે સામી છાતીએ મુકાબલો કરવા ટેવાયાલા છે. પણ કોરોના છે કે નહીં કશુ સમજાય છે કશુ સમજાતુ નથી. કેમ કરવુ ?
સુરતીઓ દર વખતની જેમ આ વખતે પણ સુરતી સ્પિરિટ બતાવી બતાવી આ જંગ પણ જીતી બતાવશે.
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત