ધર્મ આપણે નમ્ર વિવેકી પરોપકારી શાલીન સંસ્કારી બનાવે છે.

ધર્મ આપણે નમ્ર વિવેકી  પરોપકારી શાલીન સંસ્કારી બનાવે છે.
Spread the love

આજના આધુનિક યુગમા જ્યારે માનવતા મરી પરવારી છે. એકતા સંપ આપસી ભાઈચારો ખતમ થઈ રહ્યો છે. ઇન્સાનિયતનો હાસ થઈ ગયો છે. આપણે પાષાણ હૃદયના બની ગયા છે. તે વખતે ધર્મ જ આપણે નમ્ર વિવેકી બનાવી શકે છે. આપણુ ધાર્મિક હોવુ ખુબ જરૂરી છે. ધર્મ આપણે પરોપકારી દયા કરુણા આપણા મનમા ઉભી કરે છે આપને જાનવર બનતા રોકે છે. ધર્મ આપણે અહંકાર લોભ લાલચ ઇર્ષા અદેખાઈ મોહથી બચાવે છે. આપના મન મસ્તિષ્કમા લાગણીની સરવાણી વહેતી રાખે છે. જરૂર છે ધર્મને સાચી રીતથી સમજવાની યાદ રાખજો ક્યારે ય કોઈના મુખદર્શનથી કોઈનો બેડો પાર થયો નથી અને થવાનો પણ નથી. દુનિયાનો કોઈ પણ ધર્મ તમને હિંસા કરવાનુ કહેતો નથી. જીવ માત્રની સંભાળ કાળજી રાખવાની છે. તમામ ધર્મનો ટૂંકો સાર એટલો જ છે કે જીવો અને જીવવા દો. આજના જમાનામા તો કોઈને નડવુ નહી એનાથી મોટુ પુણ્ય કોઈ નથી.
દરેક ધર્મ શાંતિ એકતા સંપ આપસી ભાઈચારો જ શીખવે છે. ધર્મ આપણે સારા શાલીન અને સંસ્કારી માણસ બનાવે છે. દરેક ધર્મ અને તેના ઉપદેશો એક સરખા જ છે. કોઈ ધર્મ તમને તમારી તર્કશક્તિ વિવેકબુદ્ધિનો ઉપયોગ બંધ કરવાનુ કહેતો નથી. ખરી ખોટી વાતને તમારી વિવેકબુદ્ધિ તર્કશક્તિથી ચકાશો તમારો અંતરઆત્મા જેમ કહે એમ કરો. અંતરઆત્માની શક્તિને ઓળખો
ઈશ્વર તો નિરાકાર છે. આપણે આપણા ઇષ્ટદેવને મદિરોમાંથી બહાર કાઢી ઓળખવાની જરૂર છે. ઈશ્વર તો સર્વવ્યાપી છે કણ કણમા સમાયેલો છે.
ઈશ્વર તો તમારા ભાવનો ભૂખ્યો છે. આપણે ઈશ્વરનો રોજ આભાર માનવાનો છે રોજ રોજ માગણી કરવાની નથી. એ તો અંતર્યામી છે બધુ જ જાણે છે યોગ્ય સમય પર તમારી યોગ્ય માંગણી પુરી કરશે જ વિશ્વાસ રાખો.
ભારતમા અત્યાર સુધી ધાર્મિક સ્થાનોમા નાસભાગની સેંકડો બનાવો બન્યા છે. હજારોની જાન ગઈ છે. તો પણ આપણે સમજવા તૈયાર નથી.
આપણા સારા નસીબે આ બનાવ મોડી રાતે બન્યો હતો. જો કમનસીબે આ બનાવ દિવસના બન્યો હોત તો વધુ માનવ ખુવારી થઈ હોત.

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!