વધઇની સરકારી પોલિટેક્નિક કોલેજને મળ્યુ આંતરાષ્ટ્રીય સ્તરનુ સન્માન

વધઇની સરકારી પોલિટેક્નિક કોલેજને મળ્યુ આંતરાષ્ટ્રીય સ્તરનુ સન્માન
Spread the love

વધઇની સરકારી પોલિટેક્નિક કોલેજને મળ્યુ આંતરાષ્ટ્રીય સ્તરનુ સન્માન :

શિક્ષણ, સેવા, અને સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરની
વિશેષ તકો માટે NBAનુ એક્રેડિટેશન મેળવવામા કોલેજને મળી સફળતા :

આજકાલ વિદ્યાર્થીઓ પાસે ડિગ્રીઓ હોય છે, પણ આવડત હોતી નથી. જેના કારણે વિદેશોના ઘણા દેશોમા આપણી ડિગ્રીને માન્ય ગણવામા આવતી નથી. જેના કારણે ભારત સરકાર દ્વારા ‘વોશિંગ્ટન એકોર્ડ’ના માપદંડ અને ધારા ધોરણો મુજબનુ એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામા આવ્યુ છે, અને Outcome Based Education (OBE) એટલે કે આવડત આધારિત કેળવણીના ધારાધોરણ નિયત કરવામા આવ્યા છે.
આ ધારાધોરણો અને માપદંડોની અગ્નિપરીક્ષામાંથી ડાંગ જિલ્લાની વઘઈની પોલિટેક્નિક કોલેજ ફુલ્લિ પાસ થવા પામી છે.
ડાંગ જિલ્લામા શિક્ષણ નગરી તરીકે ઉભરી રહેલા વઘઇની સરકારી પોલીટેક્નિક કોલેજના પ્રિન્સિપાલ શ્રી કેતન પટેલના જણાવ્યા અનુસાર, સને ૨૦૦૬ થી શરૂ થયેલી વઘઇની આ કોલેજનુ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ જોઈને, તેની NBA એટલે કે National Board Accreditation માટે પસંદગી કરવામા આવી હતી. જેમા પસંદગી પામેલી દરેક કોલેજોનુ સઘન ઇન્સ્પેકશન કરીને NBA Accredited Certificate આપવાના ધારાધોરણો નિયત કરાયા હતા.
ગુજરાતની ઘણી જૂજ કોલેજમા, અને ઘણી ઓછી બ્રાન્ચમા આ NBA Accreditation ની પ્રોસેસ કરવામા આવી હતી. જેમા તા.8 ઓક્ટોબર 21 થી તા.10 ઓકટોબર 21 દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા, આ પોલીટેક્નિકનુ ત્રણ દિવસ સઘન ઇન્સ્પેકશન કરવામા આવ્યુ હતુ. જેમા ભારત સરકાર દ્વારા એન્જીનીયરીંગના સારામા સારા તજજ્ઞો દ્વારા, સંસ્થાના આચાર્ય, ખાતાના વડા, તથા તમામ સ્ટાફને વિવિધ પ્રશ્નો પૂછીને, અહીંની કામગીરીના આધાર, પુરાવા વિગેરે ચેક કરાયા હતા.
લેબોરેટરીઓ, લાયબ્રેરી, નાણાકીય બજેટ, સ્પોર્ટ્સ, વિગેરે ફેસિલિટી પણ ચેક કરવામા આવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, કંપનીઓ વિગેરે તમામ સ્ટેક હોલ્ડર સાથે પણ, સંસ્થાના સ્ટાફની ગેરહાજરીમા સંસ્થા વિશે ખૂબ ઝીણવટથી પ્રશ્નો પૂછાયા હતા. આ ઇન્સ્પેકશનમા વડી કચેરી DTE, ગાંધીનગર ના અધિકારીઓ પણ જોડાયા હતા.
કુલ ત્રણ દિવસ ચાલેલા આ ઇન્સ્પેકશન માટે કોલેજ દ્વારા ત્રણ વર્ષથી તૈયારીઓ કરવામા આવી હતી.જેમા DTE દ્વારા છેલ્લા 2 વર્ષથી દર મહીને બે વખત ઇન્સ્પેકશન, મેન્ટરિંગ કરવામા આવી રહ્યુ હતુ. આ ત્રણ વર્ષની મહેનતથી આ કોલેજનું GTU ની પરીક્ષામા પણ 100 ટકા પરિણામ રહેવા પામ્યુ હતુ. તથા પ્લેસમેન્ટ પણ વધવા પામ્યુ હતુ. સાથે પોતાનો વ્યવસાય કરનારા વિદ્યાર્થીઓમા પણ વધારો નોંધાયો હતો. હવે આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે, એટલે આ કોલેજમા હજુ વધુ રિઝલ્ટ, પ્લેસમેન્ટ, ઉદ્યોગ સાહસિકતા ના પરિણામો મળવાની શક્યતા ઉજ્જવળ બની છે.
આ માટે પ્રથમ તબક્કામા આખા ગુજરાતમા 30 માંથી માત્ર 15 પોલીટેક્નિકની પસંદગી કરવામા આવી હતી, અને એમા પણ જંગલ કે અંતરિયાળ વિસ્તારમા આવેલી, આ એકમાત્ર વઘઇ કોલેજની પસંદગી કરવામા આવી હતી.
આખા ભારતભરની મોટા શહેરોમા આવેલી એન્જીનીયરીંગ કોલેજો માટે પણ કપરામા કપરુ ગણાતુ આ NBA એક્રેડિટેશન મેળવવામા સફળતા મળવા બદલ,આખા ગુજરાતના ટેક્નિકલ એજ્યુકેશનના સ્ટાફ અને વિદ્યાર્થીઓમા આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઇ જવા સાથે, હજુ વધુ સફળતા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામા આવી રહી છે.
સરકારી પોલીટેક્નિક વઘઇમા ડિપ્લોમા એન્જીનીયરીંગના અભ્યાસક્રમ ભણાવવામા આવે છે. જેમા ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. અહીં કોમ્પ્યુટર એન્જીનીયરીંગમા 60 સીટ, સિવિલ એન્જીનીયરીંગમા 60 સીટ, અને મિકેનિકલ એન્જીનીયરીંગમા 30 ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ લઈને, પોતાની કારકિર્દીને નવી ઉંચાઈ એ લઈ જઈ શકે છે.

રિપોર્ટ : પવન ખેરનાર ડાંગ

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!