ગાંધીધામ : સ્ત્રી એ ત્યાગ, સમર્પણ અને સેવાનો શ્રેષ્ઠ ઉદાહરણ

ગાંધીધામ : સ્ત્રી એ ત્યાગ, સમર્પણ અને સેવાનો શ્રેષ્ઠ ઉદાહરણ
સ્ત્રી એ ત્યાગ, સમર્પણ અને સેવાનો શ્રેષ્ઠ ઉદાહરણ છે.
માનવતા ગ્રૂપ આયોજિત કાર્યક્રમમાં સિંધી સમાજ ના સંતો નો ઉદગાર.
ગાંધીધામ. સ્ત્રી એ પરિવાર માટે ત્યાગ , સમર્પણ અને સેવા દ્રારા સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દે છે એટલે જ તેમને શક્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે. સ્ત્રી ઘરની સાથે સાથે વ્યવસાય અને નોકરી દ્રારા સ્વ નિર્ભર બની પરિવારને દરેક રીતે સહાયતા કરે છે એવું આદિપુર ખાતે ભારતના વિવિધ રાજ્યો માંથી પધારેલા સિંધી સમાજ ના સંતો અને અતિથિઓએ માનવતા ગ્રૂપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું.
આદિપુર ખાતે શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ વાડી મધ્યે યોજાયેલા માનવતા ગ્રૂપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંજાર તાલુકાનાના મેઘપર કુભારડી વિસ્તાર માં ચાલતા કેન્દ્રો માં સિલાઈ કામ, બ્યુટી પાર્લરની તાલીમ મેળવેલ બહેનોને સન્માનિત અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત સંતો સર્વ શ્રી ગોરધન કૃપલાણી, શ્યામ અરોડા , રાષ્ટ્રીય સિંધી સમાજના પ્રમુખ કમલ વર્ધાની , દીપક અરોરા, રાષ્ટ્રિય સિંધી સમાજના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ મહેશ આહુજા , રીતુ ભાટિયા, ભગવાન ભાટીયા, જયશ્રી ખાલસા , ગોપિકા રોચિરામાની, ગૌરી પંજાબી, જયશ્રી નાથાણી, વનિતા મેઘાણી તેમજ ધનજી મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહી માનવતા ગ્રૂપ ની વિવિધ પ્રકારની માનવતાવાદી પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનિચા એ માનવતા ગ્રુપ દ્વારા સમગ્ર કચ્છમાં છેલ્લા ૧૭ વર્ષથી થઈ રહેલી માનવતાવાદી પ્રવૃત્તિઓ વિશે છણાવટ કરી હતી. તેમણે બહેનોને કચ્છ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ગ્રુપ દ્વારા ચાલી રહેલા તાલીમ કેન્દ્રો માં જોડાઈ પગભર બની આગળ વધવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સંતોએ માનવતા ગ્રુપના પ્રમુખ ગોવીન્દ દનીચાનું વિશિષ્ટ સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતી દાફડા, હેતલ ભીમજીભાઇ મહેશ્વરી, સ્નેહા મહેશ્વરી, નેહા ચંદ્રકાન્ત પંડિત , માલી મહેશભાઈ દાફડા, તેમજ પાર્વતી મકવાણા એ જહેમત ઉઠાવી હતી. આભાર વિધિ ગ્રુપ ની તાલીમાર્થી બહેનોએ એ કરી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.