માનવતા ગ્રૂપે કચ્છ ની બેહનો માટે સ્વરોજગારી ક્ષેત્રે અનોખુ કાર્ય કર્યું

માનવતા ગ્રૂપે કચ્છ ની બેહનો માટે સ્વરોજગારી ક્ષેત્રે અનોખુ કાર્ય કર્યું છે.
મેઘપર બોરિચીના સિલાઈ તાલીમ કેન્દ્ર ના આરંભ પ્રસંગે સૂર વ્યક્ત થયો
ગાંધીધામ : દેશની સ્વતંત્રતા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરનાર વીર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં માનવતા ગ્રૂપ આદિપુર કચ્છ દ્વારા બહેનો માટે સિલાઈ તાલીમ કેન્દ્ર નો શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે સાથે અગાઉ સિલાઈ ની તાલીમ મેળવેલ બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું..
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિને અવિસ્મરણીય બનાવવા માનવતા ગ્રૂપ દ્વારા યોજીત આ કાર્યક્રમનો શુભારંભ મુખ્ય અતિથિઓ સર્વ શ્રી રાજભા નારણભા ગઢવી, વિજય સિંહ જાડેજા, પ્રોફેસર ચંદ્રકાંત ભાઈ સોલંકી પ્રમુખ, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ, અનિતાબેન ટાંક, પ્રમુખ મહિલા મંડળ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ , મણિલાલ ભાઈ ચાવડા પ્રમુખ ,કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ચંદીયા, જીગરભાઈ ગોહિલ, યુવા પ્રમુખ કચ્છ ગૂર્જર ક્ષત્રિય સમાજ, પારૂલબેન સોની, કુંદન બેન કિશોર ભાઈ ટાંક, અમૃતભાઈ ટાંક, દીપકભાઈ રાઠોડ, અરવિંદ સિંહ જાડેજા , મલકેશભાઈ મોદી, જયભાઈ રાઠોડ, શ્યામભાઈ સાંખલા , અમૃતલાલ ભાઈ ટાંક ,સંદીપભાઈ ચૌધરી, નિલેશભાઈ ટાંક, ત્રિવેણી બેન ટાંક, મેઘરાજ ભાઈ ગઢવી, વાસુભાઈ ભાંભાની ,રાજુભાઈ ઉદાસી , ભાગચંદ ભાઈ ધવન, કવિતા રામચંદાની,
ગોપીબેન પારદાસાની , મીનાબેન તેજવાણી , સીતાબેન થધાની વગેરેએ દીપ પ્રગટાવી કાર્યક્ર્મ નું આરંભ કર્યું હતું.
ગુર્જર ક્ષત્રિય સમાજ ના પ્રમુખ પ્રો. સોલંકીએ આદિપુરની સમાજવાડીમાં ગ્રુપ દ્વારા માનવતા ગ્રૂપને કોઈપણ સેવાકીય કાર્ય માટે નિ:શુલ્ક આપવાની બાંયધરી આપી હતી. મહિલાઓ અતિથિઓ એ માનવતા ગ્રુપ વિવિઘ સમાજો માટે વાસ્તવિક રીતે કાર્ય કરી રહ્યુ છે તેમ જણાવી સંપૂર્ણ સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમના આરંભમાં માનવતા ગ્રૂપ પ્રમુખ ગોવિંદ દનીચા એ જણાવ્યું હતું કે ગાંધીધામ સંકુલમાં જ્યા પણ સ્વરોજગાર લક્ષી તાલીમ કેન્દ્ર શરૂ કરવાનું હોય અથવા તેવી કોઇ પણ સંસ્થા કે સમાજ ગ્રુપનો સંપર્ક કરશે તો અમો સ્થાનિકે કેન્દ્ર શરૂ કરાવી આપીશું .
આ કાર્યક્રમ નું આયોજન ગ્રુપના મયુર કિશોરભાઈ ટાંક તેમજ હેતલબેન મયુરભાઈ ટાંકે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન યુવા મહામંત્રી દીપકભાઈ રાઠોડ કર્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756