સાગબારા ટાઉન માંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા

સાગબારા ટાઉન માંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા
શ્રી એમ.એસ. ભરાડા , ઇચા.પોલીસ મહાનિરીક્ષક , વડોદરા વિભાગ , વડોદરા તથા શ્રી પ્રશાંત સુંબે , પોલીસ અધિક્ષક , નર્મદાનાઓએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદશન અનુસંધાને શ્રી એ.એમ. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ જુગારના કેસો શોધી કાઢવાની એલ.સી.બી.ના સ્ટાફને સુચના કરતા દરમ્યાન અ.હે.કો. યોગેશભાઇ બળદેવભાઇ બ.નં. ૭૩૧ તથા અ.હે.કો. કૃષ્ણલાલ શંકરભાઇ બ.નં .૬૯૫ નાઓને સંયુક્ત બાતમી મળેલ કે , સાગબારા ટાઉન વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે કેટલાંક ઇસમો આંક ફરકના આંકડાના વરલી મટકાનો જુગાર રમી રહેલ છે . જે ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ના પોલીસ સ્ટાફ મારફતે સાગબારા ટાઉન વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે રેઇડ કરતાં કેટલાંક ઇસમો ટોળુ વળીને આંક ફરકના વરલી મટકાનો જુગાર રમતા ઝડપી પાડેલ જે પૈકી ( ૧ ) સુધરાબેન તે પીરમંમદ શેખમહંમદ મકરાણી રહે . જામલી ફળીયુ , સાગબારા ( ૨ ) અમેશભાઇ વિનયભાઇ વસાવા રહે . પાનખલ્લા તા.સાગબારા ( 3 ) જાલમસીંગ ઉદેસીંગ વસાવા રહે . કેલ તા.સાગબારા ( ૪ ) સાહીલભાઇ સરીફભાઇ મકરાણી રહે . પંચાયત ફળીયુ સાગબારા તા.સાગબારા ( ૫ ) અમરસીંગ ફતુસીંગ પાડવી રહે . તડવી ફળીયુ સાગબારા ( ૬ ) પ્રતાપભાઇ ઉકડીયાભાઇ વસાવા રહે . નાનાઢોરઆંબા તા.સાગબારા ( ૭ ) સંદિપભાઇ ભીમસીંગ વસાવા રહે . ઉભારીયા તા.સાગબારાનાઓને રોકડ રકમ રૂ . ૨૪,૭૦૦ / – તથા મોબાઇલ નંગ -૩ કિ.રૂ .૧૦,૫૦૦ / – તથા કેલ્ક્યુલેટર -૧ કિ.રૂ .૫૦ મળી કુલ્લે કિ.રૂ .૩૫,૨૫૦ / -ના મુદ્દામાલ સાથે ઝડપી તથા ગુનાના કામે કૃણાલભાઇ માધુભાઇ ચૌધરી રહે . સેલંબા તા.સાગબારાનાને વોન્ટેડ જાહેર કરી જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢી તમામ આરોપીઓ વિરૂધ્ધમાં સાગબારા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી .
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756