સ્પા પાર્લર ની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી અંક્લેશ્વર GIDC પોલીસ

મુસ્કાન સ્પા પાર્લર નામની દુકાનની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી અંક્લેશ્વર GIDC પોલીસ
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા વડોદરા વિભાગ , તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો . લીના પાટીલ નાઓ તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી ચિરાગ દેસાઇ નાઓ દ્રારા સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃતીને શોધી કાઢવાની સુચના આધારે
પોલીસ ઇન્સપેકટરશ્રી આર.એન. કરમટીયા તથા અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટાફ દ્વારા મળેલ હકિકત આધારે , અંક્લેશ્વર GIDC માં આવેલ ઓમકાર -૧ કોમ્પ્લેક્ષમાં આવેલ મુસ્કાન સ્પા પાર્લર નામની દુકાનની આડમાં બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપાર ચલાવે તે હકિકત આધારે સદર જગ્યાએ જઈ રેડ કરતા દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલ બે ( ર ) યુવતિઓ તથા મુસ્કાન સ્પા નામની દુકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો દુકાન માલીક હાજર મળી આવતા જરૂરી પુરાવાઓ એકત્રીત કરી દુકાન માલીક વિરુદ્ધ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે ગુ.ર.નં – પાર્ટ બી -૧૧૧૯૯૦૨૧૨૨૦૫૯૦ / ૨૦૨૨ ઇમોરલ ટ્રાફીકીંગ એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ મુજબનો ગુનો રજી . કરવામા આવેલ છે . તેમજ આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે .
કબ્જે કરેલ મુદામાલઃ
( ૧ ) મોબાઇલ નંગ ૧ કી.રૂ. ૬૦૦૦ /
( ૨ ) કાઉંટર પરથી તથા અંગઝડતીના રોકડા રૂપીયા ૯૦૦૦ /
કુલ કી.રૂ .૧૫૦૦૦ / – નો મુદામાલ
પકડાયેલ આરોપી :
( ૧ ) સાહિદખાન અખ્તરખાન જાતે ખાન ઉ.વ .૪૫ ધંધો.વેપાર હાલરહે , દુકાન નંબર . SF – 14 , ઓમકાર -૦૧ માં આવેલ મુસ્કાન સ્પા.માં , આનંદ હોટલ ઉપર , વાલીયા ચોકડી , તા.અંકલેશ્વર , જી.ભરૂચ મુળરહે , ગામ.ગોરહેના , પોષ્ટ.ક્યામપુર બહેરીયા , થાણા.કાસગંજ , જી. કાસગંજ ( યુ.પી )
કામગીરી કરનાર અધિકારી / કર્મચારી :
( ૧ ) પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયા ( ૨ ) વુ.પો.સ.ઇ વી.એ.આહીર ( ૩ ) અ.હે.કો. અરવિંદભાઇ જીવાભાઇ ( ૪ ) ASI સુકાભાઇ બાવાભાઇ ( ૫ ) અ.હે.કો. વિજયભાઇ શામળભાઇ ( ૬ ) અ.હે.કો. જિગ્નેશભાઇ મોતિભાઇ ( ૭ ) અ.પો.કો. ઉદયસિંહ નારસંગભાઇ ( ૮ ) આ.પો.કો. શૈલેષભાઇ અમૃતભાઇ ( ૯ ) અ.પો.કો. જયરાજસિંહ પોપટસિંહ ( ૧૦ ) અ.પો.કો. વિક્રમસિંહ કનુભા ( ૧૧ ) વુ.પો.કો. ભુમિકાબેન જગદીશચંદ્ર ( ૧૨ ) વુ.પો.કો. અસ્મીતાબેન શુરસિંહભાઇ અંકલેશ્વર GIDC પો.સ્ટે.નાઓ ધ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે .
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756