સાબુટી ગામે 11 કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો

સાબુટી ગામે 11 કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો
પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબેનાઓએ જિલ્લામાં ગેર કાયદેસર પ્રવૃતી કરતા ઈસમોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ બાતમી આધારે ડેડીયાપાડા ના સાબુટી,પટેલ ફળયા માં રહેતા કાનજીભાઇ ઓલિયાભાઇ વસાવા જ્યાં રહે છે.
એ ઓરડીમાંથી ગાંજો સંતાડી રાખ્યો છે. જેથી નર્મદા SOG ની ટીમ પી.આઈ કે.ડી.જાટ અ.હે.કો. આનંદકુમાર, ચંદન, સતિષભાઇ મનોજકુમાર, શૈલેન્દ્રસીંગ, અલ્પેશ, સુનિલભાઈ, વુ.અ.હે.કો.પાર્વતીબેન અને કાલિદાસભાઈ સાથે આખી ટીમે તાપસ કરતા હતાં.
ડેડીયાપાડા ના સાબૂટી ગમેથી વનસ્પતીજન્ય માદક પદાર્થ સુકો ગાંજો 413 ગ્રામ તથા તેના કબજા ભોગવટાના ખેતરમાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ 60 નંગ વજન 11 કિલો 400 ગ્રામ તથા રોકડા મળી કુલ 1,21,150 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756