અંકલેશ્વર ઓએન જીસી દ્વારા સીએસઆર ડે ઉજવાયો

અંકલેશ્વર ઓએન જીસી દ્વારા સીએસઆર ડે ઉજવાયો
Spread the love

અંકલેશ્વર ઓએન જીસી દ્વારા સીએસઆર ડે ઉજવાયો

અંકલેશ્વર ઓએનજીસી દ્વારા તારીખ 1 લી જૂને ઓએનજીસી કોલોનીમાં આવેલ સૂર્યા ઓડિટોરિયમ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ઓએનજીસી ના એસેટ મેનેજર વિજય કુમાર ગોખલે ની અધ્યક્ષતા હેઠળ સી.એસ.આર. દિવસ ની ઉજવણી કરવામાં હતી. ઓએનજીસી દ્વારા ઓઇલ ફિલ્ડ એવા ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર થી લઇ શહેરી વિસ્તાર માં જરૂરી પાયા ની સુવિધા માટે સી.એસ.આર. કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. ત્યારે ગ્રામ્ય ની જળ સમસ્યા હોય તો પાણી સુવિધા ઉભી કરી છે. માર્ગ કે પછી કંપની દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શાળા રીનોવેશન સહીતની કામગીરી કરાઈ રહી છે. શિક્ષણ તેમજ પાયાની સુવિધા ઉપરાંત રોજગાર લક્ષી કામગીરી રૂપે વોકેશનલ ટ્રેનિંગ કાર્યક્રમ વડે મહિલા સશક્તિકરણ કે વિદ્યાર્થીઓ માટે રોજગાર લક્ષી તાલીમ શિબિર યોજી તેમને સીવણ મશીન, બ્યુટી પાર્લર કીટ, વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર તેમજ રીક્ષા સહીત ની મદદરૂપ કરાઈ રહી છે. વર્ષ 2020-21 માં ઓએનજીસી દ્વારા વિવિધ કાર્યો પાછળ 5.32 કરોડ રૂપિયા ની માતબર રકમ સી.એસ.આર પ્રવુતિ હાથ ધરી છે. જે અંતર્ગત 1 લી જૂનના રોજ સી.એસ.આર ડે ની ઉજવણીના ભાગ રૂપે યોજવામાં આવેલ કાર્યક્રમ અંધજન માટે અત્યાધુનિક ટેક્નોલોજી યુક્ત સારથી ડિવાઈઝ સ્ટ્રીક નું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓર્ચિત ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ 250 જેટલી આ સ્ટ્રીક આજે મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી. આ પ્રસંગે , તારક લુહાર નેશનલ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ ફાઉન્ડેશન ગુજરાત ના હાનિ વાધચંદાની, નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ ભરત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અરવિદ પટેલ, તેમજ અંધજન લાભાર્થીઓ અને ઓએનજીસી ના અધિકારીઓ ,તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી સી.એસ.આર.ડે ની ઉજવણી કરી હતી.
ઓએનજીસી દ્વારા 250 જેટલા અંધજનને સારથી ડિવાઈઝ સ્ટ્રીક નું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓએનજીસી દ્વારા વર્ષ 2020-21 માં 5.32 કરોડ ના ખર્ચે જિલ્લા માં સી.એસ.આર ફંડ દ્વારા વિવિધ પ્રવૃત્તિ હાથ ધરી હતી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!