માનવતાલક્ષી કાર્ય દ્વારા માનવતા ગ્રુપે અનોખી ઓળખ ઉભી કરી છે..

માનવતાલક્ષી કાર્ય દ્વારા માનવતા ગ્રુપે અનોખી ઓળખ ઉભી કરી છે..
અંજાર તાલુકાના મેઘપર બોરીચીના સિલાઈ તાલીમ કેન્દ્રના શુભારંભ પ્રસંગે અતિથિઓનો ઉદગાર .
ગાંધીધામ :શિક્ષણ આરોગ્ય અને પર્યાવરણ લક્ષી કામગીરી માટે સમગ્ર કચ્છમાં ૨૮ જેટલી સામાજિક પ્રવૃત્તિઓ કરતા માનવતા ગ્રુપ આદિપુર એ સમગ્ર કચ્છના વિવિધ સમાજોમાં અનોખી ઓળખ ઉભી કરી છે તેવું અંજાર તાલુકાના મેઘપર બોરીચીના હરે કૃષ્ણ પાર્કના સિલાઈ તાલીમ વર્ગના શુભારંભ પ્રસંગે સંકુલના વિવિધ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું.
અતિથિ તરીકે ઉપસ્થિત બ્રહ્મ સમાજના અગ્રણી અને સમાજસેવી આશિષ જોશી , જૈન સમાજના અગ્રણી દીપક પી. શાહ, ભરત પી. શાહ , સિંધી સમાજના અગ્રણીઓ શ્રીમતી સીમા કૃપલાણી, કે. ટી. ભાટીયા, વિજયભાઈ હરિયાળી, પ્રદીપ ભાનુશાળી, આહીર સમાજના અગ્રણી વેલજી રામજીભાઈ ઢીલા, લોહાણા સમાજના અગ્રણી જગદીશ ગણાત્રા, મલયાલી સમાજ ના વી. પી . કે ઊંની મેનન, શીખ સમાજ ના મહેન્દ્રસિંઘ ધનોત, આંધ્ર સમાજનાં નારાયણ આયંગર, મહેશ્વરી સમાજના દમયંતી મહેશ્વરી તેમજ અન્ય સ્થાનિક આગેવાનો એ બાવન બહેનો માટે શરૂ કરવામાં આવી રહેલા આ તાલીમ વર્ગ માટે શુભકામનાઓ સાથે સિલાઇ મશીનો માટે દાન પણ જાહેર કરી માનવતા ગ્રુપ ને પ્રેરણા પુરી પાડી હતી.
આરંભ મા માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ માનવતા ગ્રુપ દ્વારા સમગ્ર કચ્છની સાથે સાથે મોરબી ,બરોડા અને સુરત સુધી બહેનો માટે સ્વરોજગારલક્ષી તાલીમના વર્ગો ચલાવવામાં આવ્યા છે અને હજુ પણ વિવિધ જગ્યાએ આવા કેન્દ્રો નો આરંભ કરવામાં આવી રહ્યો છે જેનાથી વર્તમાનની વિકટ મોંઘવારી સામે બહેનો સ્વ નિર્ભર બની સ્વરોજગાર ક્ષેત્રે પોતાના પરિવારને સહાયભૂત થાય તે માટેનો આ એક નમ્ર પ્રયાસ છે તેમ જણાવી માનવતા ગ્રુપમાં સામેલ થયેલ બહેનોને આવકાર્યા હતા .
આ કાર્યક્રમને સફળ બનાવવા હરે કૃષ્ણ પાર્ક ના પ્રમુખ કનુભાઈ ઠક્કર , દિલીપ ઘાવરીયા, મનહર સિહ રાજપૂત, કિશન સીતાપરા , કપિલ આહીર , મોહન બારોટ , ધર્મેન્દ્ર પટેલ , સુનિલ પટેલ તેમજ લક્ષ્મણ રબારી વિગેરે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756