જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સતત પાંચમી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો

જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સતત પાંચમી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો
Spread the love

ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી આશિષ ભાટિયા ના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે._

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી નિલેષ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા જીલ્લામાં બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી, “પોલીસ પ્રજાનો મીત્ર છે” તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે.

Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા વર્ષ 2022 ના ક્વાર્ટર-૨ તા. ૦૧/૦૪/૨૦૨૨ થી ૩૦/૦૬/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્રારા જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને સતત પાંચમી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ હતો તેમજ ઇ- ચલણની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં તૃતીય નંબર આપવામાં આવેલ હતો અને નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂની ટીમના પોલીસ કોન્સ. હાર્દિક સિંહ સીસોદીયા, દેવેનભાઈ સિંધવને ગાંધીનગર ખાતે ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્રારા નેત્રમ શાખાને ૭ મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૫ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, પાંચેય વખત પી.એસ.આઈ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે, તેમજ ૨ વખત ઇ – ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે અને જૂનાગઢ જીલ્લા પોલીસને ગર્વ અપાવેલ છે. જૂનાગઢ પોલીસના ઇતિહાસમાં આ સિદ્ધિ સુવર્ણ અક્ષરે અંકિત કરાશે._

_પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, જાન્યુઆરી -૨૦૨૨, એપ્રીલ – ૨૦૨૨ અને સપ્ટેમ્બર -૨૦૨૨ માં પણ ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્રારા ફક્ત ૧.૫ વર્ષના અંતરે ૭ -૭ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે._

_જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા માહે ૦૪/૨૦૨૨ થી માહે ૦૬/૨૦૨૨ દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ડી.જી.પી. શ્રી આશિષ ભાટિયા દ્રારા એવોર્ડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલ અને ઇ ચલણની કામગીરીમાં તૃતીય નંબર મેળવી અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી નિલેષ જાજડીયા, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી તથા જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી. એચ.ક્યું. આર.વી.ડામોર દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે…._

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!