ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમને ઝડપી પાડતી વલસાડ એસઓજી

ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમને ઝડપી પાડતી વલસાડ એસઓજી
વલસાડ એસઓજી દ્વારા નાનાપોંઢા પોલીસ સ્ટેશન વિસ્તારના ભીંસરા ફળિયા નજીક ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, એસઓજીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હીરો હોન્ડાની સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર GJ15, DE2181) પર સવાર શખ્સને અટકાવી તલાશી લેવામાં આવી હતી.
તલાશી દરમ્યાન મોટરસાયકલની શીટ નીચે છુપાવેલો દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક મોટરસાયકલ ચાલક ભાવેશ બાબુ ઘુટીયા, વતની વાડધા નિશાળ ફળિયા, સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તેની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.
એસઓજી ટીમે દેશી તમંચો જેની અંદાજિત કિંમત 5000 રૂપિયા છે તેમજ 30,000 રૂપિયાની મોટરસાયકલ સહિત કુલ 35,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે કે આરોપી પાસે તમંચો ક્યાંથી આવ્યો અને તેનો ઉપયોગ ક્યાં માટે થવાનો હતો.
આ સમગ્ર કાર્યવાહીથી વિસ્તારમાં સુરક્ષા મુદ્દે ચિંતા વચ્ચે પોલીસની સતર્કતાનો પરિચય મળ્યો છે. એસઓજીની આ કામગીરીએ ગેરકાયદેસર હથિયારના વેચાણ અને ઉપયોગના ચક્રને તોડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
રિપોર્ટ – વિશાલ પટેલ, વલસાડ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300