પોરબંદર : શ્રી કડિયા પ્લોટ પે. સે. શાળા ખાતે મુખ્ય શિક્ષક (HTAT) નો જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો

પોરબંદર : શ્રી કડિયા પ્લોટ પે. સે. શાળા ખાતે મુખ્ય શિક્ષક (HTAT) નો જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો
પોરબંદર જિલ્લાની મુખ્ય શિક્ષકની ૨૦ જગ્યાઓમાંથી ૦૬ જગ્યાઓમાં શિક્ષકોની સ્થળ પસંદગી કરાઈ
ગોસા(ઘેડ) : જિલ્લા શિક્ષણ સમિતિ પોરબંદર દ્રારા આયોજિત મુખ્ય શિક્ષક (HTAT) નો પોરબંદર જિલ્લા ફેર મુખ્ય શિક્ષક બદલી કેમ્પ નું આયોજન શ્રી કડિયા પ્લોટ પે સે શાળા ,પોરબંદર ખાતે યોજવામાં આવેલ હતું.
જેમાં પોરબંદર જિલ્લા ની મુખ્ય શિક્ષકની ૨૦ જગ્યાઓમાંથી ૦૬ જગ્યાઓ પર અન્ય જિલ્લામાંથી આવેલ મુખ્ય શિક્ષકોની સ્થળ પસંદગી કરેલ હતી.
કેમ્પ માં કોઈ પણ પ્રકારની વિસંગતતાઓ જોવા મળેલ ના હતી.ખૂબ જ શાંતિ અને સફળતા પૂર્વક સંપૂર્ણ પારદર્શક રીતે નિયમોને આધીન રહી કેમ્પ નું આયોજન સંપન્ન થયેલ હતું..
આ કેમ્પ માં જિલ્લા શિક્ષણા ધિકારી અને પ્રાથમિક શિક્ષણા ધિકારી વી. કે. પરમાર સાહેબ, પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિરેનભાઈઓડેદરા, જિલ્લા શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ,પોરબંદર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ અને કેળવણી નિરીક્ષક મુળુભાઇ ઓડેદરા,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી મનોજભાઈ મૈત્રાં, ત્રણેય તાલુકા ના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજાભાઈ કોડિયાતર,પોપટભાઈ ખુંટી, ગોવિંદભાઈ હરણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પ માં મુખ્ય શિક્ષક HTAT સંઘ દ્વારા હાજર રહેલ તમામ મુખ્ય શિક્ષક ને પુષ્ગુચ્છ થી આવકારવામાં આવ્યા હતા તેમજ તમામ નું મિષ્ટાન વડે મોઢું મીઠું કરાવી આવકાર આપવામાં આવેલ હતું..
જિલ્લા ફેર કેમ્પ ની શરૂઆત માં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી. કે. પરમાર દ્વારા પ્રાસંગિક ઉદબોધન તેમજ કેમ્પ વિશે ની તમામ માહિતી આપેલ હતી.
જિલ્લા શિક્ષણ સમિતિ ની ટીમ દ્વારા કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.સમગ્ર કેમ્પ નું સંચાલન નીરવભાઈ જોષી અને દિપકભાઈ પાઠક દ્વારા કરવામાં આવેલ હતું.
સમગ્ર કેમ્પ ને સફળ બનાવવામાં પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિ પોરબંદર ની ટીમ, બી આર સી પોરબંદર પરેશભાઈ પુરુષવાણી, ડૉ વિવેક જોષી,વત્સલભાઇ દવે અને કિશોર થાનકી એ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300