જુનાગઢ : જિલ્લા કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જુનાગઢ : જિલ્લા કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
Spread the love

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

 

પ્રજાલક્ષી પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી

 

દિશા કમિટિની પણ બેઠક યોજાઈ

જૂનાગઢ : જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

જિલ્લા કલેકટર કચેરીના ખાતે જિલ્લા મળેલી સંકલન આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં.આ બેઠકમાં દબાણ,જમીન, વિકાસલક્ષી કામો, માર્ગ અને મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.

આ બેઠક બાદ દિશા કમિટી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં જુદી-જુદી સરકારી યોજનાઓ અંગે જિલ્લામાં થતી કામગીરીની માહિતીની મેળવી સમીક્ષા હાથ ધરી હતી. આ સંદર્ભમાં સંલગ્ન અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન , નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, સહિતના સંલગ્ન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!